________________
४३४
મૂળ ન ધર્મ અને
શેઠજી તદ્દન શાંતિથી બેલ્યા–તો થયું? પ્રભુની કૃપા છે. જાઓ, તમારું કામ કરે.
અને જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ શેઠજી પિતાનું કામ કરવા મંડી ગયા. આ જોઈને જિજ્ઞાસુને ભારે આશ્ચર્ય થયું. પણ શું બોલવું તે નહિ સૂઝવાથી મૌન રહ્યો.
બીજા બે મહિના ગયા અને એક દિવસ વળી એક બીજી ઘટના ઘટી. આ વખતે મુનિમજી ભારે હર્ષમાં દોડતા દોડતા શેઠ પાસે આવ્યા અને એકદમ બોલી ઊઠયા–શેઠજી, શેઠજી, ભારે આનંદના સમાચાર છે. ભાગ્ય ખુલી ગયું?
શેઠ–શું છે? શાંતિથી વાત કરે.
મુનિમજી–પેલા સોદામાં દશ કરોડને લાભ થશે. જુઓ આ તાર,
એમ કહીને તાર શેઠજીને વાંચવા આપે.
શેઠજીએ તે એવી જ શાંતિથી કહ્યું–તો શું થયું ? પ્રભુની કૃપા. જાઓ, તમારું કામ કરે.
શેઠજીની મુખાકૃતિમાં કંઈ પણ ફરક નહિ. એવી ને એવી જ શાંત મુખમુદ્રા. આ જોઈને તે જિજ્ઞાસુનું આશ્ચર્ય વધી ગયું. આ વખતે તે તેનાથી શાંત રહેવાયું જ નહિ.
| જિજ્ઞાસુએ કહ્યું–શેઠજી. આ હું શું જોઈ રહ્યો છું એ જ સમજાતું નથી. ચાર કરોડની નુકસાની વખતે અને દશ કરોડના લાભ વખતે આપે તો એકની એક જ વાત કરી.
શેઠજી–તમને આશ્ચર્ય થાય છે. પણ એમાં આશ્ચર્ય જેવું કાંઇ છે જ નહિ. મારી દષ્ટિને તમે ઓળખી જાણી શક્યા નથી તેથી તમને આશ્ચર્ય થાય છે. લાભ નુકસાનનું મારી દષ્ટિમાં કશુંય મૂલ્ય નથી બાહ્યથી આ સર્વ આડંબરને સ્વામી હું દેખાઉં છું, પણ અંતરંગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com