________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૩
ગુરુ-ભાઈ! હું ઉપદેશ તે આપીશ પણ તેથી તને કાંઈ લાભ થશે નહિ. કારણ કે હું તે બે ચાર વાકયે જ કહી શકું છું. એટલે તેનું રહસ્ય તું સમજી શકીશ નહિ. એ ઉપદેશ તે તેં આગળ પણ સાંભળે છે પણ ઉપદેશ સાંભળવા માત્રથી કાંઈ પ્રયજન સિદ્ધ થઇ જતું નથી. માટે તું પ્રખ્યાત શેઠ શાંતિસ્વરૂપ પાસે જા અને તેમની પાસે રહીને ધીરજથી ઉપદેશ સાંભળજે.
જિજ્ઞાસુ શેઠજીની દુકાને પહોંચી ગયો અને ગુરુની આજ્ઞા કહી સંભળાવી. શેઠે તેને દુકાનમાં તેમની પાસે બેસી રહેવાનું કહ્યું. શેઠ બહુ મોટા વ્યાપારી હતા. દરરોજ લાખોનો વેપાર. મુનિમ ગુમાસ્તાન તો પાર નહિ.
જિજ્ઞાસુ વિચારવા લાગ્ય–ગુરુજીએ શેઠની પાસે શું સમજીને મોકલ્યા હશે તે સમજાતું નથી. અહીં શું ઉપદેશ મળશે? આ બિચારા શેઠજી પોતે જ ઉપદેશને પાત્ર છે. એ પોતે જ જંજાળમાં ફસેલા પડ્યા છે. આત્મકલ્યાણ શું એની તો તેમને ખબર પણ નહિ હેય. પરંતુ ગુરુની આજ્ઞા છે એટલે અહીં રહેવું તે જોઈશે જ.
બે મહિના વીતી ગયા પણ શેઠે તો એક શબ્દ ય ઉપદેશને સંભળાવ્યો નહિ. જિજ્ઞાસુ તે નિરાશ થઈ ગયા પણ ગુરુજીએ ધીરજથી રહેવાનું કહ્યું હતું તેથી વખત નકામે ગુમાવાય છે એમ જાણવા છતાં પણ હોઠની પાસે રહેવાનું ચાલુ રાખ્યું.
બીજો એક મહિને વીતી ગયો ત્યાં એક દિવસ મુનિમજી બહુ જ ગભરાયેલા ગભરાયેલા શેઠજીની પાસે આવ્યા પણ ગભરાટ એટલો બધો કે મોઢામાંથી શબ્દ જ નીકળી શકે નહિ.
શેઠજીએ પૂછયું–કેમ ગભરાયલા જેવા દેખાઓ છો!
મુનિમે હિંમત એકઠી કરીને કહ્યું–આ તાર આવ્યું છે. એ વહાણમાં ચાર કરોડને માલ આપણે મોકલ્યા હતા તે બધે ડૂબી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com