________________
૪૩ર
મૂળ જૈન ધમ અને
દીધાં ઝાઝો સમય થઇ ગયા હેાય તે તે પરિચય અત્યંત લુપ્ત થઈ ગયેા હાય અને તેથી પ્રયત્ન કરવા છતાં પણુ યાદ ન આવે. ત્યારે તેને પણ ફરીથી બાહ્યના આશ્રયની આવશ્યકતા રહેશે.
દેવથી મને શાંતિ કેવી રીતે મળે?
ત્રીજો પ્રશ્ન છે કે—દેવના જીવનની શાંતિ મારાથાં કેવી રીતે આવી શકે?
બહુ સુદર પ્રશ્ન છે. બિલકુલ ઠીક વિચાર છે. વાસ્તવમાં બીજા કાઈની શાતિ મારામાં કદાપિ આવી શકે નહિ. એમની શાંતિ એમની સાથે અને મારી શાંતિ મારી સાથે જ રહેશે.
એમની શાંતિ એમના પુરુષાર્થથી ઉત્પન્ન થયેલી છે અને મારી શાંતિ મારા પુરુષાથી મારામાં ઉત્પન્ન થશે. એમની સ્રાંતિના ઉપયેગ સ્વયં તે જ કરશે. એવી જ વસ્તુની સ્વતંત્રતા છે. માટે દેવ મતે શાંતિ આપવાને સમર્થ નથી.
પરંતુ એમનાથી એટલા લાભ તા અવશ્ય છે કે તેમને નમૂ જોઇને એ પરમ પરેાક્ષ રહસ્યનું કઇંક અનુમાન કરી શકું, તે પણુ જો બુદ્ધિપૂર્ણાંક પુરુષાર્થ કરું તે.
જેમ કારખાનું કાઢવાવાળાને ક્રાઇ નમૂને આપતું નથી પણ પેતે જ તે વસ્તુને જોઇને અનુમાનના આધાર પર તેના સંબંધી પરિચય પ્રાપ્ત કરી લીએ છે. તેવી જ રીતે શાંત સ્વરૂપ અને આદર્શરૂપ વ્યકિત મને કંઇ આપતી નથી. પણ હું પોતે જ તેમની મુખાકૃતિ, તેમનું શાંત પરિભાષણુ, તેમના જીવનની શાંત ક્રિયા જોઈ તે અનુમાનના આધાર પર શાંતિ સંબંધી કાંઇક પરિચય પ્રાપ્ત કરી શકું છું.
અહીં એ વાત વિચારણીય છે કે—અનુમાનના આધાર પર કાઈના જીવનને કેવી રીતે જાણી શકાય ? આના સબંધમાં એક દૃષ્ટાંત છે. એક જિજ્ઞાસુએ એક વખત તેના ગુરુ પાસે જને કહ્યું—પ્રભા ! કાંઇક હિતકારી ઉપદેશ આપીને મારું કલ્યાણુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com