________________
૪૩૦
મળ જેન ધર્મ અને
સામે રાખીને, એ હીનતાઓ દૂર થવાની ભાવના ભાવતાં, એ આદર્શમાં પ્રગટ દેખાતા ગુણોની પ્રાપ્તિને માટે અનેક પ્રકારે પ્રાર્થના કરવી તે બાહ્યપૂજા છે.
આ બન્ને પ્રકારની પૂજાઓમાં અંતરંગ પૂજા જ યથાર્થ, પૂજા છે. એના વિના બાહ્યપૂજા નિરર્થક છે.
પૂજાની આવશ્યક્તા શા માટે? અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે–અંતરંગ પૂજા એટલે શાંતિનું વેદન જ પ્રધાન છે તો પછી બાહ્યપૂજાની આવશ્યકતા શા માટે?
પ્રથમ ભૂમિકામાં રહેલા જીવને પણ સ્વતંત્ર રૂપથી શાંતિનું વેદન જાણીને તેમાં સ્થિતિ કરવાની યોગ્યતા હોત તો આ પ્રશ્નની આવશ્યકતા જ ન રહેત.
પરંતુ શાંતિથી બિલકુલ અનભિન, અજાણ છે કદી શાંતિ જોઈ નથી, શાંતિનું નામ સાંભળ્યું નથી તેમ શાંતિનો અનુભવ કર્યો નથી. એવી દશામાં શાંતિમાં સ્થિતિ કરીને અંતરંગ પૂજા કરવાનું કેવી રીતે સંભવિત થઈ શકે?
જ્યાં સુધી શાંતિને પરિચય કરી ન લેવાય ત્યાં સુધી કઈ પણ શાંત જીવની સાંનિધ્યમાં રહેવું આવશ્યક છે. કારણ કે શાંતિ એવી કઈ વસ્તુ નથી કે જે શબ્દોથી બતાવી શકાય અથવા નિશાળમાં શિખવી શકાય. તેમજ શાંતિ શબ્દનું રટણ કરવાથી પણ તેને જાણી શકાતી નથી. એ તે કોઈ સૂક્ષ્મ આંતરિક સ્વાદનું નામ છે કે જેનું વેદન કરી શકાય છે અથવા કોઈના જીવન પરથી અનુમાન કરીને કિંચિત જાણી શકાય છે.
એટલું જ નહિ પણ શાંતિને પરિચય પ્રાપ્ત કરી લીધા પછી પણ નિરંતર તેમાં સ્થિતિ રહી શકે એટલી શક્તિ પણ પ્રથમ અવસ્થામાં હેવી અસંભવ છે. તેથી જ્યાં સુધી સ્વતંત્ર રૂપથી શાંતિના રસાસ્વાદનમાં લય થવાની યોગ્યતા ન આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com