________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૧
જય ત્યાં સુધી બાહ્ય પ્રાર્થના આશ્રયની આવશ્યક્તા છે. અને એ પ્રયોજનના અથે જ અંતરંગ સાપેક્ષ બાહ્ય પૂજા છે.
અલબત્ત, આગળ જતાં ઉચ્ચ ભૂમિકામાં આવી જવાથી બાહ્યપૂજાની કેઈ આવશ્યકતા રહેતી નથી, પરંતુ આ પ્રથમ દિશામાં રહેતા ગૃહસ્થ માટે તે બાહ્યપૂજા અત્યંત આવશ્યક છે.
દેવના આશ્રયની શી આવશ્યકતા ? * કોઈ પણ બાહ્ય જીવનને આશ્રય લીધા વિના શાંતિને પરિચય કેમ નહિ થઈ શકતે હેય? શાંતિ એ જીવનને નિજસ્વભાવ છે તે સ્વતંત્ર રૂપથી તે કેમ જાણી શકાતી નથી ? એમના જીવનની શાંતિ મારામાં કેવી રીતે આવી શકે? અને એમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેપી રીતે ચખાડી શકે?
આવા આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી તેને વિચાર કરી ધેઈએ.
પહેલા પ્રશ્નને ઉત્તર તે ઉપર અપાઈ ચૂક્યું કે જેને આજ સુધી જોયેલ નથી કે અનુભવેલ નથી તેને પરના આશ્રય વિના કેવી રીતે જાણી શકાય? જેમ કે એક વસ્તુને આકાર જ જે ધ્યાનમાં ન હોય તે તે વસ્તુ બનાવવાનું કારખાનું કેવી રીતે કાઢી શકાય? એ વસ્તુને એક નમૂને પહેલાં નજર સામે રાખ્યો હોય તો પછી તેવી બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય. પછી તે એ નમૂનાની ૫ણું આવશ્યકતા ન રહે. પણ શરૂઆતમાં તે તેની અત્યંત આવશ્યકતા છે.
બીજો પ્રશ્ન એ છે કે સ્વતંત્રરૂપથી કેમ જાણી શકાતી નથી ! પરંતુ તેને નિષેધ જ કોણે કર્યો છે? સ્વતંત્ર રૂપથી પણ અવશ્ય જાણી શકાય, ભલે તેને પરિચય કર્યા પછી તેને છોડી દીધી હોય.
પરંતુ અહીં એટલું વિશેષ ધ્યાનમાં રાખવું કે પરિચય છેઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com