________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૭
જેને ભાવ નિક્ષેપ વંદનીય નથી તેના ચારે નિક્ષેપ વંદનીય નથી એ સિદ્ધ થાય છે.
શ્રી આનંદ શ્રાવકની પ્રતિજ્ઞ.ને પાઠ નીચે પ્રમાણે છે –
णो खलु मे भन्ते कप्पई अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिय देवयाणि वा अन्नउत्थिए परिहियाणि अरिहंत चेइयाई वा वंदित्तए वा नमंसित्तए.
અર્થ–હે ભગવન્! મારે આજથી અન્ય તીથીક, અન્ય તીથકોના દેવ (હરિ હર આદિ) તથા અન્ય તીથકોએ ગ્રહણ કરેલા અરિહંતના ચેત્યો ( જિન પ્રતિમાઓ)ને વંદન નમસ્કાર કરવા કલ્પ નહિ.
અહીં અન્ય તીથી કેના દેવ ગુરુને નિષેધ થતાં જૈન ધર્મના દેવ ગુરુ સ્વમેય વંદનીય ઠરે છે. કારણ કે–
કેઈ કુત કરે તે તેને પૂછવાનું કે–આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે ?
જે કહેશે કે–અન્ય દેવના ચારે નિક્ષેપાને નિષેધ કર્યો છે.
તો તેથી સ્વત: સિદ્ધ થયું કે અરિહંતના ચારે નિક્ષેપ શ્રાવક્સે વંદનીય છે.
જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કરવાનું કહેશે તે તે દેવના બાકીના ત્રણ નિક્ષેપ એટલે અન્ય દેવના મૂર્તિ નામ વગેરે આનંદ શ્રાવકને વંદનીય રહેશે. અને તેમ કરવાથી વ્રતધારી શ્રાવકને પણ લાગે જ.
તથા અન્ય દેવ, હર હર આદિ કોઈ આનંદ થાવાના વખતમાં સાક્ષાત વિદ્યમાન હતા નહિ પણ તેમની મૂર્તિઓ હતી. તે બતાવો કે આનંદ શ્રાવકે કેને નિષધ કર્યો?
જે કહેશે કે–અન્ય દેવની મૂર્તિને.
તે પછી અરિહંતની મૂર્તિ સ્વત: સિદ્ધ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com