________________
૪૨૪
' મૂળ જૈન ધર્મ અને
અને તેના એક એક અવયવની ભક્તિ આવી પડે છે. મૂર્તિને નહિ માનનાર ચૂસ્ત મુસ્લીમ મજીદની ઈટ ઈટને મૂર્તિ જેટલી જ પવિત્રતાની નજરથી જુએ છે. અને તેના રક્ષણ ખાતર પોતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે.
મૂર્તિ નહિ તે મજીદની પવિત્રતા ઉપર પણ તેને એટલો વિશ્વાસ બેસી જાય છે કે તેની ખાતર પોતાના પ્રાણ દેવા કે અન્યના પ્રાણ લેવા તે તૈયાર થઈ જાય છે.
મૂર્તિના અપમાનને બદલે મજીદનું અપમાન તેને લાગી આવે છે. મજીદ એ પણ એક આકારવાળી ધૂળ વસ્તુ જ છે. એવી વસ્તુ પિતાના ઇષ્ટનો સાક્ષાત બોધ કરાવવાને બદલે પરંપરાઓ અને મુશ્કેલીથી બધ કરાવે છે. ત્યારે ઈષ્ટની મૂર્તિ તે સાક્ષાત બંધ કરાવે છે અને ઇષ્ટના જેટલું જ પવિત્ર ભાવ પેદા કરે છે. કે જે સ્થિતિ મજીદો કે કબરે દ્વારા એ બહુધા અસંભવિત છે.
મુસલમાન લોકો નિમાજ પઢતી વેળા પશ્ચિમમાં “કાબા' તરફ મુખ રાખે છે. શું ખુદા પશ્ચિમ સિવાય બીજી કોઈ દિશામાં નથી ? છે. તે પછી પશ્ચિમ તરફ મુખ રાખવાની શી જરૂર છે? “કાબાની યાત્રા પશ્ચિમ દિશામાં છે માટે પશ્ચિમ તરફ નજર રાખે છે. તે પછી તેમણે ખુદાની સ્થાપના જ માની ગણાય,
મક્કા-મદિના હજ કરવા જાય છે અને ત્યાં કાળા પથરને ચુંબન કરે છે, પ્રદક્ષિણ આપે છે અને તે તરફ દષ્ટિ સ્થિર રાખીને નિમાજ પઢે છે. તેની યાત્રા માટે હજાર રૂપીઆ ખર્ચે છે. તે પત્થરને પાપને નાશ કરનાર માની તેનું ખૂબ સન્માન કરે છે. જે વગર ઘડેલે પત્થર પણ ઈશ્વર તુલ્ય સન્માન કરવા યોગ્ય છે. અને તેના સન્માનથી પાપને નાશ પામે છે તે પરમેશ્વરના સાક્ષાત
સ્વરૂપની બોધક પ્રતિમાઓ ઇશ્વર તુલ્ય કેમ નહિ? અને તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com