________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૫
સન્માન, તેનો આદર અને તેની ભક્તિ કરનારના પાપ નાશ કેમ ન પામે ?
વળી શું પરમેશ્વર હરેક સ્થાને નથી ? કે જેથી મક્કા મદિના જવું પડે છે ? માટે કહે કે મનને સ્થિર કરવા માટે મૂર્તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા પડે જ છે.
વળી મુસ્લીમે તાબૂત બનાવે છે તે પણ સ્થાપનાં જ છે તેને લબાનને ધુપ અને પુષ્પના હાર વગેરે ચડાવી પૂરી રીતે આદર આપે છે.
શુક્રવારે શુભ દિવસ જાણુ મજીદમાં તથા ઈદના દિવસે મોટી મજીદમાં જઈને નિમાજ પઢે છે. તે મજીદે પણ સ્થાપના જ છે. કુરાને શરીફને ખુદાના વચને સમજી માથે ચડાવે છે તે પણ સ્થાપના જ છે.
એલીઓ વગેરેની દરગાહની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર, મેવા, મિઠાઈ વગેરે ચડાવી વંદન પૂજન આદિ કરે છે તે તે પણ સ્થાપના સન્માન નથી તે બીજુ શું છે? મક્કા મદિના તથા મચ્છદ વગેરેના ફકીરાની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે તે પણ સ્થાપના જ છે.
એ રીતે ઘણા પ્રકારે મુસલમાનો પણ પિત માનેલ પૂજ્ય વસ્તુ એની મૂર્તિ-આકારને એકસરખું માન આપે છે.
ખ્રીસ્તીઓ પ્રસ્તીઓમાં રોમન કેથેલી ઇસુની મૂર્તિને માને છે. પ્રેટેસ્ટ ઈસુની યાદગીરી અને તેના પરની શ્રદ્ધા કાયમ ટકાવવા માટે ઇસુને અપાયેલી શુળીનું નિશાન જે ક્રોસ (f) તેને હમેશાં પોતાની પાસે રાખે છે. જ્ઞાનની સ્થાપના રૂપ બાઈબલને આદર કરે છે. પિતાના પૂજ્ય પાદરીઓની છબીઓ પાસે રાખે છે. તથા તેમનાં બાવલાં, પૂતળાં
તથા બરાને બરાબર માન આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com