________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧e કરનાર વસ્તુઓને તે ભગવાન પહેલેથી જ ત્યાગ કરી ચૂક્યા છે. ભગવાને ત્યાગેલી વસ્તુઓ ભગવાનને અપર્ણ કરવી એમાં તેમની પૂજા નહિ પણ અવજ્ઞા છે, આશાતના છે.
આનંદ શ્રાવક ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતાં પ્રતિજ્ઞા કરી છે કે–“મને (આનંદ શ્રાવકને) આજથી અન્ય તીર્થિક, અન્ય તાશિક દેવ અને અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને (પ્રતિમાને) વંદન નમસ્કાર કરવા....એ ક૫તું નથી. - અર્ધી પૂજા કરવાની કાંઈ વાત જ નથી. જે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત હેત તે તેમણે અન્ય તીથિકોએ ગૃહણ કરેલ મૂર્તિને વંદન નમસ્કાર ન કરવાની પ્રતિતાની સાથે તેની પૂજા પણ ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. પણ તેવી પ્રતિજ્ઞા લીધી નથી.
એટલે તે વખતે મૂર્તિપૂજા પ્રચલિત નહતી તે સાબિત થાય છે.
અંબઇ શ્રાવક
આનંદ શ્રાવકની પેઠે જ અંબડ શ્રાવકે પણ અન્ય તર્થિકોને, તેમના દેવને તેમજ અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કારણ કે વખતે મૂર્તિપૂજા થતી નહે તી. મૂર્તિની પૂજા પણ કરવામાં આવતી હેત તો અન્ય નીથિકે ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ અરિહંતની મૂર્તિની પળ નહિ કરવાની પણ સાથે સાથે પ્રતિ લીધી હેત. પણ ફકત વંદન નમસ્કાર પર્યું પાસના-સેવા ભક્તિ નહિ કરવાની જ પ્રતિજ્ઞા લીધી. એટલે તે વખતે મૂર્તિપૂજા નહતી તે સિદ્ધ થ ય છે. . * * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com