________________
પ્રકરણ ત્રેવીસમું ચાર નિક્ષેપ
સેંધ
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપામાંથી ફક્ત એક ભાવનિક્ષેપાને જ સ્થાનકવાસીઓ આદરણીય પૂજનીય માને છે. બાકીના પહેલા ત્રણ નિક્ષેપાને તેઓ માનતા નથી. એ સંબંધમાં સ્થાનકવાસી જે દલીલ કરે છે તે બધી મેંજ થોડા વર્ષ પહેલાં મારા “સત્યધમ પ્રકાશ” પુરતકમાં પ્રસિદ્ધ કરેલી હતી.
તે વખત સુધી મને જે જ્ઞાન મળ્યું હતું તે એકપક્ષી હતું. કારણકે સ્થાનવાસીએ જે રીતે વિચાર કરે છે તે રીતે જ વિચાર કરતાં હું શિખ્યું હતું. અને તેથી એક રીતે હું મૂર્ખ બન્યું હતું અથવા તે મને મૂર્ખ બનાવવામાં આવ્યું હતું.
સત્ય જાણવા માટે તે સામસામી બને પક્ષેની દલીલે વાંચવી અને સમજવી જોઈએ. સંપ્રદાયવાદે એકબીજા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની જ બંધી કરી છે. તે વાડાબંધીને લીધે જ જેમાં સત્ય જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી.
મને આ વાત સમજાણી તેથી જ મેં અમારા જૈન સિદ્ધાંત માસિકના સને ૧૯૬૧ ના ફેબ્રુઆરી માસના અંકમાં વિરોધ કેમ માટે? એ નામના લેખમાં લખ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com