________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૭.
(૨) અથવા તેજ પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કે પ્રશંસા
કરે તે રાજી થતા નથી? અવશ્ય થાય છે તેથી નામ નિક્ષેપ
નકામે છે એમ કહેનાર ખેટ છે. એ જ રીતે– (૩) પિતાના પૂજ્ય આદિની પ્રતિકૃતિ કે છબીને કઈ દુષ્ટ આચારવાળી
સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કોઈનાલાયક માણસ સ્થળે સ્થળે અવર્ણવાદ બેલે તો તેની મૂર્તિ નહિ માનનારાઓને પણ શું કોઈ નહિ ચઢે? અવશ્ય ચડશે.
માટે સ્થાપના નિક્ષેપ પણ નકામો છે એ વાત ખેટી છે. (૪) નામ અને સ્થાપનાની જેમ પિતાને પૂજ્ય આદિની પૂર્વાપર
અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રોષ કે આનંદ પેદા થાય છે.
અને પૂજ્યના સાક્ષાત અવર્ણવાદ અને અપશબ્દ સાંભળવાથી પણ તેના રાગી લોક અવશ્ય કુખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પણ પામે છે.
તેથી ચારેય નિક્ષેપમાં પૃથક પૃથકપણે અસર નિપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે.
નામ નિક્ષેપ કઈ પણ વસ્તુના સકિત કરેલા નામના ઉચ્ચારણથી તે વરતુને બધ કરાવવો તે નામ નિક્ષેપાને વિષય છે.
શ્રી કષભદેવ આદિક ચોવીસ તીર્થકરોના નામ તેઓનાં માતાપિતાએ જન્મ વખતે પાડેલા હોય છે. તે નામનું કારણ તેમના ગુણ નથી, પણ માત્ર એળખવાનો સંકેત છે. નામ પાડવામાં જો ગુણ એજ કારણ હોય તે બધા તીર્થક સમાન ગુણવાળા હોવાથી બધાનું એકજ નામ પડવું જોઈતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com