________________
૩૯૬
મૂળ જૈન ધર્મ અને જિનનામ કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવને જીવ તે દ્રવ્ય જિન અને *
સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે વિરાજમાન સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ તે ભાવ જિન.
આ ચાર નિક્ષેપાના અભાવે કઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. દરેક દ્રવ્યમાં ચાર નિક્ષેપ સાથે જ હોય
જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ કે આકાર ઉભય ન હોય તેની પૂર્વી પર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હેય નહિ અને
જ્યાં નામ, સ્થાપના કે દ્રવ્ય ત્રણેને અભાવ હોય ત્યાં વસ્તુનો ભાવ કે ગુણ હેય જ કયાંથી?
એટલે વ્યાદિક ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ નિલેવાને માનવાની વાત એ શશશૃંગવત્ કલ્પિત છે.
ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલે ભાવ નથી. પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા એ સઘળું મળીને જ કઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બંધ કરાવે છે.
ભાવ નિક્ષેપાને જ માનનારાના
વર્તનમાં વિરોધ ફક્ત ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વિગેરે નિક્ષેપાને માનવાની ના પાડે છે તેઓએ સમજવાનું કે(૧) કેઈ દુષ્ટ પુરૂષ આપણી પૂજ્ય કે કિતનું નામ લઇને
નિદા કરે, ગાળો આપે કે તિરસ્કાર કરે તે શું ગુસ્સે થતું નથી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com