________________
૪૧૦
મૂળ જૈન ધર્મ અને
અને એ જ કારણે સાધુ થયા પહેલાં સાધુ થનારને દ્રવ્ય સાધુ માનીને તેની દીક્ષાને મહત્સવ મોટી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા સાધુના મૃત કલેવરને દહન ક્રિયા વખતે પાલખીમાં બેસાડી પૈસાને ઉછાળતાં ઠાઠમાઠથી લઈ જવામાં આવે છે. અને લેકે પણ તેનાં દર્શન કરવા માટે દેડાદોડી કરે છે.
- શ્રી તીર્થકરોને જન્મ તથા નિર્વાણ સમયે વંદન નમસ્કાર કરવાને પાઠ શ્રી જબુદ્દીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોમાં છે. તો તે નમસ્કાર શ્રી તીર્થંકરદેવના દ્રવ્ય નિક્ષેપને થયો ગણાય. અને નહિ કે ભાવ નિક્ષેપાને થયો ગણાય. કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ નિક્ષેપ કહેવાય નહિ.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના જન્મ વખતે શકેંદ્ર નમસ્કાર કર્યાને ઉલ્લેખ શ્રી જખદ્વીપ પ્રતિજ્ઞામાં નીચે મુજબ જણાવેલ છે–
नमोथुणं भगवओ तोत्थगरस्सो आइगरस्स जाव संपाविउ कामस्स बंदामिण्डं भगवंतं तत्थगयं इहगयं षासउ मे भथवं तत्थगए दहगयं तिकडु वंदइ णमंसइ ॥
તથા તે જ સૂત્રમાં કહ્યું છે કે–શકેંદ્ર શ્રી હરિરણગમેલી દેવની મારફત હિતને વાસ્તુ અને સુખને વાસ્તે તીર્થકર દેવને જન્મ મહત્સવ કરવાને માટે પોતે જવા વિષે અભિપ્રાય દેવતાઓને જણાવ્યો છે. તે સાંભળી મનમાં હર્ષિત થઈ–
કેટલાક દેવતા વંદન કરવા સારૂ, કેટલાક પૂજા કરવા સારૂ, કેટલાક સાકાર કરવા સારૂ, કેટલાક કૌતુક જેવા સારૂ, કેટલાક શ્રી જિનેશ્વરદેવના પ્રત્યે ભકિતરાગ નિમિત્તે,
કેટલાક કેંદ્રના વચનની ખાતર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com