________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૪૦૯
નિયમ તે એ છે કે જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય તેના ઉપર શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાના સેવન સિવાય તેના જે અન્ય કોઈ સરળ ઉપાય છે નહિ. વિના સ્થાપનાએ અવિદ્યમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતું નથી.
ચારે નિક્ષેપ આ રીતે પરસ્પર સંબંધ ધરાવનારા છે. એક વિના બીજા નિક્ષેપા ટકી શકતા જ નથી.
સ્થાપનાને નિરાદર કરનારને પૂછવાનું કે–વર્તમાન સમયમાં જે નોટનું ચલણ છે તેવી એક હજાર રૂપી આની નેટ તમારી પાસે હોય તેને તમે હજાર રૂપીઆ માને છે કે કાગળને કટકે માને છે ?
જે કહેશો કે–અમે તે તેને કાગળના કટકા તુલ્ય માનીએ છીએ તો તેને સાધારણ કાગળના કટકાની જેમ એકાદ પૈસામાં કે મફતમાં બીજાને આપી કેમ દેતા નથી?
તેના ઉત્તરમાં કહેશે કે—એ ભૂખ કેણ હેયો કે હજાર રૂપીઆને એક પૈસામાં કે મહતમાં આપી દીએ ?
તે પછી જરા હૃદયચક્ષુને ખેલી વિચારવું જોઈએ કે–જેમ એક હજાર રૂપી આની ગેરહાજરીમાં તેટલી રકમનું કામ એક નેટથી કાઢી શકાય છે તેમ શ્રી જિનેશ્વરદવની અનુપસ્થિતિમાં તેમની મૂર્તિ દ્વારા સાક્ષાત ભગવાનને પૂજવાનું ફળ અવશ્ય મેળવી શકાય.
દ્રવ્ય નિક્ષેપ જે વસ્તુ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમુક કાય ના કારણરૂપે નક્કી થઈ ચુકી છે તે કારણભૂત વસ્તુના કાર્યનું આરેપણ કરવું તેનું નામ દ્રવ્ય નિક્ષેપે છે,
જેમ મૃતક સાધુમાં તથા કોઈ સાધુ થનાર છે તેમાં વર્તમાન સમયે માધુપણું ન લેવા છતાં માધુપણાને આરોપ કરી સાધુ કહેવામાં
આવે છે તે દ્રવ્ય નિક્ષેપાને આશ્રયીને સાધુપણું સમજવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com