________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૩
વર્ણન કરાયેલું છે. દ્રવ્યનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓને જો નકામી માનવામાં આવે તો જૈન મતને લેપ જ થાય છે.
જૈન સિદ્ધાંતને માન્ય રાખનાર આત્માઓએ દ્રવ્યાર્થિક ચાર નયાને માન આપી વ્યક્રિયાને આદર કરવો યોગ્ય છે. દુનિક્ષેપાના પ્રાધાન્યવાળી ક્રિયાઓ પરિણામની ધારાને વધારનારી છે. તેથી ભાવને પરિપૂર્ણ નિશ્ચય થયા વિના પણું વ્રત પચ્ચખાણ આદિ કરાવવાની રીત જૈનશાસનમાં ચાલી રહી છે.
* શ્રી અનુયાગદ્વાર સૂત્ર, ઠાણાંગ સૂત્ર, ભગવતી સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર વગેરે સૂત્રમાં દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ કરેલી છે અને દ્રવ્ય વિના ભાવ કદાપિ ન સંભવે એમ સપ્રમાણ સાબિત કરી આપ્યું છે.
ભગવાનની ભાવ અવસ્થા અતીન્દ્રિય હેઈ ઇકિયે અને મનને અગોચર છે. તેને ઈદ્રિય અને માનસચર કરવા માટે તેમના નામ, આકાર અને દ્રવ્યની ભક્તિ છોડીને કેવળ ભાવની ભક્તિ કરવી કે થવી એ અસંભવિત છે.
ભાવનિક્ષેપ જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ થાય છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વર્તે તે ભાવનિક્ષેપ છે.
જેમકે–ઉપયોગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધુ, એ ભાવ નિક્ષેપે આવશ્યક ગણાય છે. દરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી એક પણ નિક્ષેપ જે ન માનવામાં આવે તે તે વસ્તુપણે ટકતી જ નથી.
- જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપ તેવા ભાવને જ પ્રગટ કરે છે. શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ થવુભાવને પ્રગટ કરે છે અને મિત્રભાવવાળી વસ્તુના ચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com