________________
૪૦૨
મૂળ જૈન ધર્મ અને
જેનું ચિત્ર જોવામાં આવે છે તેના ચારે નિક્ષેપ મનની સાથે ખડા થઈ જાય છે.
જે એમ ન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થઈ જવું જોઈએ. કારણ કે બન્નેને ભાવ નિક્ષેપ એકસરખો હોવા છતાં એક તીર્થ કરની મૂર્તિ જેવાથી અન્ય તીર્થકરને બોધ થતું નથી. તેનું કારણ એ મૂર્તિની સાથે જોડાયેલા અન્ય નિક્ષેપાઓ સિવાય બીજું શું છે?
કોઈના ગુરુનું નામ રામચંદ્ર છે અને તે નામના સંસારમાં લાખો પુરુષો વિદ્યમાન છે. ગુરુના નામવાળા “રામચંદ્ર' એવા અક્ષરોમાં ગુરુના આકારનું કોઈ પણ ચિન્હ તે છે જ નહિ. છતાં કહેશે કે રામચંદ્ર શબ્દથી માત્ર ગુરુનું જ સ્મરણ અને ગુરુને જ નમસ્કાર થયો પણ બીજાને નહિ તે કહેવું પડશે કે રામચંદ્ર નામના પિતાના ગુરુને જ નમસ્કાર કરવા માટે ગુરુની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલી જ હશે.
આ રીતે પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે સ્થાપના નિક્ષેપે બળાત્કારે પણ ગળામાં આવી જ પડે છે. સ્થાપના પૂજનીય હેવા માટે
શકે
અહીં જે એવી શંકા થાય કે–સ્થાપના નિર્જીવ હેવાથી કાર્યસાધક અને પૂજનીય કેમ બને?
સમાધાન
તેનું સમાધાન એ છે કે–નિર્જીવ વસ્તુ માત્ર જે નિરર્થક અને અપૂજનીય હેય તો શ્રી સમવાયાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ, શ્રી દશવૈકાલિક
આદિ સૂત્રેામાં ફરમાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com