________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૦૩
ગુરૂની પાટ, પીઠ, સંથાર વગેરે વસ્તુઓને પગની ઠેર લાગી જાય તે પણ શિગ્યને ગુરુની
આશાતનાને દોષ લાગે. એને માટે શું કહેશે ?
ગુરૂની પાટ આદિ નિજીવ તો છે જ. પૂવેત વસ્તુઓ અજીવ હોવા છતાં ગુરૂઓની સ્થાપના હેવાના અને તેને અવિનય કરવાથી શિષ્યને આશાતના લાગે છે. અને વિનય કરવાથી ભક્તિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
તેમ શ્રી જિનેશ્વરદેવની મૂતિ એ શ્રી જિનેશ્વરની જ સ્થાપના હોવાથી તેની આશાતના કે વિનય કરવાથી શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં પૂછવું જ શું? વિનય એ શ્રી જૈન શાસનમાં મુખ્ય મનાય છે. તે ગુણના પાલનની ખાતર શ્રી જિનેશ્વરદેવની સ્થાપના સ્વરૂપ મૂર્તિની ભક્તિ આદિ કરવી એ પણ શ્રી જૈન ધર્મમાં મુખ્ય વસ્તુ ગણાય એમાં આશ્ચર્ય જેવું શું છે?
વળી સાધુઓનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ અને મુહપત્તિ આદિ ઉપકરણ અજીવ હેવા છતાં તે વડે શું ચારિત્ર ગુણની સાધના થઈ શકતી નથી?
શામાં એટલે સુધી કહ્યું છે કે –“ લાકડીના છેડાથી ખેલતા બાળકને આ હઠાવવા કઈ સાધુ તેને એમ કહે કે, હે બાળક, તારી લાકડી હઠાવ, તે મુનિને અસત્ય બોલ્યાનો દોષ લાગે. એ દૃષથી બચવા માટે સાધુએ એમ જ કહેવું જોઈએ કે–હે બાળક તારા ઘેડ હઠાવ.”
લાકડીમાં કોઈ સાક્ષાત ઘોડાપણું તો છે જ નહિ, માત્ર તેની અસદભૂત સ્થાપના છે. તે પણ તેને માનવી જરૂરી છે તે પછી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com