________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૨
૩૯૧ નેને દ્રવ્યસ્ત પણ તેમને માટે અસંભવ હતું અને તેથી તેઓ પિતાને માટે ધર્મને દ્રવ્યહીન માર્ગ ચાહી રહ્યા હતા,
ખેદ એ વાતને છે કે આ અશાંતિના મૂળની ધનવાને તથા વ્યસ્તવ દ્વારા પિતાને પ્રભાવક કહેવડાવનારા આચાર્યોએ પૂરેપૂરી ઉપેક્ષા કરી કારણ કે તેઓ પોતાને જ્ઞાની અને બીજાને અજ્ઞાની તથા ભૂલેલા માનતા રહ્યા, જેમાં તેઓ આજે પણ માની રહ્યા છે. જો કે ધાર્મિક આડંબરે દૂર કરવાના પિકારે સદાકાળથી થતા રહ્યા છે.
સ્થાનકવાસી સંપ્રદાયના ઉદ્દભવને વિચાર કરવાવાળા કેઈ પણ લેખકે આ ઐતિહાસિક તથ્યને ઉહાપોહ કર્યો નથી. કે જેથી આપણે મૂળ જડની શોધ કરીને તેને નિર્મૂળ કરી શકીએ. સ્થાનકવાસી સમાજની માફક અન્ય સંપ્રદાયના સંબંધમાં પણ ઐતિહાસિક દષ્ટિથી આત્મિયતાની સાથે વિચાર કરી શકાય. દરેક સંપ્રદાયનું દૃષ્ટિકોણ સમજીને અનેકાંત બુદ્ધિથી સમન્વયની ભૂમિકા બનાવાય તે આજે પણ આપણે આપણને અનેકાંત, સત્ય અને અહિંસા પ્રધાન જૈન ધર્મના અનુયાયી સિદ્ધ કરી શકીશું.
–નવેમ્બર ૧૮૬૦ના “શ્રમણમાંથી સાભાર અનુવાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com