________________
હાલના સંપ્રદાયો પ્ર. ૨૨
૩૮૯
નથી, માટે જે જીવ મિથ્યાત્વમાં લપટાઈ રહેલા છે તેને જૈન ધર્મ પ્રત્યે અનુરાગ કેમ ઉત્પન્ન થાય તેના વિચાર કરે છે. પછી વિચારે છે કે મારા નીતિપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી એવું સુંદર જિન મ ંદિર તથા જિનબિંબ ( પ્રતિમા, મૂર્તિ) બનાવુ કે જેથી દર્શીન, પૂજા મહાત્સવ આદિના પ્રભાવથી ગુણાનુરાગી મનુષ્યને ખેાધિ એટલે સમ્યગ્ દર્શીનના
લાભ થાય.
જિનેશ્વરસૂરિએ જિનમંદિર અને જિનમૂર્તિનું ગમે તેવા શબ્દોમાં સમર્થન કર્યું હોય તે પણ તેમણે નવા મંદિર કે જિનબિંબેાની ક્રાઈ પ્રતિષ્ઠા કરાવી નથી. તેમના શિષ્ય નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠાપિત મ ંદિર કે મૂર્તિ ભાગ્યે જ કાંઈક હશે. શ્રી અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ વિધિચૈત્યના નામથી જિનમ ંદિર તથા જિનનક્ષ અનાવરાવવા તથા પ્રતિષ્ઠા કરવાનું કામ એટલા બધા જોરથી કર્યું કે તેમની શિષ્ય પરંપરાના અનુયાયી થવાવાળા શ્રાવક્રાએ પાછલાં સાતમે આસા વર્ષમાં હજારા જૈનમંદિર બનાવ્યા તથા લાખા જૈનમૂર્તિ તૈયાર કરાવી.
જૈન શ્વેતાંબર સંધ ક્રિયા અને આચારભેદવાળા જુદા જુદા ગàમાં વિભક્ત થવાથી એક બીજાની હરીકાઈમાં વિવેકના જ સંપૂર્ણ નાશ થયેા. એ કારણથી ન્યાયેાપાર્જિત દ્રવ્યથી વ્યસ્તવની વાત સર્વથા ભૂલાઈ ગઈ. દ્રવ્યસ્તવ એ નામ ચિરજીવિત રાખવાનું પરમ ઉત્કૃષ્ટ સાધન શ્રાવક તથા સાધુ બન્નેને માટે બની ગયું. તેથી મ ંદિર નિર્માણ, મૂ`િનિર્માણ તથા સ્થાપન, સધયાત્રા આદિ પ્રમુખતાથી થતા ગયા.
અગીયારમી સદી પછીના મંદિ। અને મૂર્તિયાની પ્રતિષ્ઠા પ્રાસ્તિઓને આંક દઈને આ લેખને વધારવાની આવશ્યકતા નથી. એ સદીઓની સાહિત્યકૃતિઓમાં જ દ્રવ્ય સ્તવના એ સાધનાના એટલા આકર્ષક વર્ણન છે કે જાણે યમ, નિયમ, સંયમ, તપ આદિ બિલકુલ ગૌણુ જ હાય. એને એક રીતે ધનને ધમ' ઉપરના વિજય કહેવા જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com