________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૬૧
વાસુદેવ પી નિયાણું કરવાથી જ પ્રાપ્ત થાય છે. છતાં કૃષ્ણ વાસુદેવને સમતિ પ્રાપ્ત થયું હતું અને શ્રી નેમિનાથ તીર્થકર ભગવાનના તેઓ અનન્ય ભક્ત હતા એટલે દ્રૌપદીને પણ સમક્તિ પ્રાપ્ત થઈ ગયું હોય તે સંભવિત છે.
ત્યારે બીજો પ્રશ્ન એ રહે કે મૂર્તિપૂજકોના કહેવા પ્રમાણે દ્રૌપદીએ બે વાર જિનપુજા કેમ કરી ? કારણ કે એક તે કયબલિકમ્મા શબ્દ પ્રમાણે અને પછી જિનવરમાં એમ બે ઠેકાણે દ્રૌપદીએ પૂજા કરી હતી એમ મૂર્તિપૂજકે કહે છે.
અહીંઆ મને એ સંભવિત લાગે છે કે દ્રૌપદીએ સ્નાનગૃહમાં કબલિમ્માના અર્થ પ્રમાણે જુદી ઓરડીમાં જિનપ્રતિમા હશે તેને વંદન નમસ્કાર કર્યા. અને બીજી વાર જિનવરે જવાની વાત નથી અને બનાવટી લાગે છે, કારણ કે –
રાજમહેલની અંદર બે જિનાર હોવાનું સંભવિત નથી (૧) સ્નાનગૃહના મકાનની અંદર અને (૨) બીજા મકાનમાં પણ રાજમહેલની વંડીની અંદર જ. જે જિનઘર એટલે જિનમંદિર રાજમહેલની બહાર હોય તો સરકાર તે પ્રમાણે જગાવત. વળી રાજમહેલની બહાર મંદિર હેત તે કૌપદી ચાલીને નહિ પણ રથમાં બેસીને જ જાત. પણ સૂત્રમાં તે ચાલીને જવાની જ વાત છે. એટલે બીજીવાર દ્રૌપદી જિનઘરમાં ગઈ તે આખી વાત પ્રક્ષિત લાગે છે. કારણ કે આ જ્ઞાતાસૂત્ર કે બીજા કોઈપણ અંગસૂત્રમાં કોઈએ પણ બીજી વાર પ્રતિમાનું પૂજન કે દર્શન કર્યાની વાત હોય એમ કેઈએ કહ્યું નથી
જ્ઞાતા સૂત્રની આઠ વર્ષની જૂની પ્રતમાં તે પાઠ નથી. તેથી રૂા. ૨. ૫. મુનિશ્રી રત્નચંદ્રજીએ તે પાઠ પ્રક્ષિપ્ત છે એમ સાબિત કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com