________________
મૂળ જૈન ધમ અને
જૈનધર્મની પ્રાપ્તિ વિના પણ જીવતે મનુષ્ય ગતિ અને દેવની ગતિના સુખ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ મેક્ષના શાશ્વત સુખનેા લાભ તા જૈનધર્મીની આરાધનાથી જ મળી શકે છે. જૈનધર્મની એ વિશિષ્ટતા છે.
૧૭૨
જૈનધમ સિવાયની અન્ય સ` પ્રવૃત્તિને મિથ્યાત્વ પ્રવૃત્તિ મણેલી છે. મિથ્યાત્વરૂપ પ્રવૃત્તિ એ પાપરૂપ પ્રવૃત્તિ ગણાય છે. અને તેથી જૈનધર્મમાં મિથ્યાત્વના ખાસ નિષેધ કરવામાં આવ્યા છે.
જૈન ધર્મ પાપ પ્રવૃત્તિના અઢાર સ્થાનક બતાવેલા છે તેમાં મેટામાં માટું પાપસ્થાનક મિથ્યાત્વને કહેલું છે.
ત્યારે હું મિથ્યાત્વથી ડરીને શુદ્ધ જૈનધર્મને શાષીને સમજવાની કોશિશ કરૂ તેમાં ખાટુ શુ છે ? પાંચમા સંપ્રદાય ઉમેરવા છે?
આટલું લખ્યું ત્યાં મારા કાનમાં એક અવાજ અથડાય છે, તે કહે છે કે—તમે તમારી મેળે શેાધ કરીને જેમ માનવું હૅાય તેમ માને, પણ આવી રીતે જાહેરમાં લખીને ઊહાપોહ શા માટે કરી છે? શું તમારે પાંચમા સપ્રદાય ઉમેરવા છે ?
સત્ય વાત જાહેર કરીએ ત્યારે સંપ્રદાયવાદીઓ કેવા ઊંધા અથ કરી નાખે તેના આ એક નમૂના છે. અરે, ભાઈ, ભગવાને એક પણ સંપ્રદાય પ્રરૂપ્યા નથી અને ભગવાને શું પ્રરૂપ્યુ છે. તેની શોધ કરનાર પાંચમા સપ્રદાયને મનમાં પણ વિચાર કેમ કરી શકે ? ના. ભાઇ, એવા ડર રાખશે। નહિ તેમ એવું કહેશે। પશુ નહિ.
અને સત્યની શેાધ ખાનગી રીતે થઈ શકે તેવા સંભત્ર નથી એમ ખાત્રી થયા પછી જ જાહેર ચર્ચા જરૂરની ગણી છે. વળી આજે મારા જેવા સત્યાર્થી ઘણા છે તેમને પણ મ્રત્ય જાણવાના લાભ મળે તેમ પણ થવું જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com