________________
હાલના સપ્રદાયે પ્ર. ૧૩
૧૭૫
છે. એટલે એકાંતવાદને ધારણ કરનારા સાંપ્રદાયા સત્ય ધર્મને સંપૂર્ણ પણે અનુસરતા નથી. જેટલે અંશે એકાંતવાદ એટલે અંશે અસત્ય ધર્મ એમ સમજી શકાય છે.
હિંદમાં મુખ્ય છ દર્શન કહેવાય છે. તે દરેક અમુક અમુક રીતે એકાંતવાદી છે, દરેક વસ્તુને જુદી જુદી બાજુથી જુદા જુદા દૃષ્ટિક્રાણુથી જોઈ તે તેનું સ્વરૂપ સમજવું જોઈએ, તેમ કરવાને બદલે એ છયે દર્શને અમુક રીતે અસત્ય ઠરે છે. પરંતુ તે બધાના દૃષ્ટિક્રાણુ ભેગા કરીને નિર્ણય કરવામાં આવે તે તે સત્ય નિય બની જાય. અને એ રીતે જ જૈનધમ માં છયે દર્શન સમાઈ જાય છે એમ કહેવાય છે.
એ જ પ્રમાણે જૈનધર્મના દરેક સંપ્રદાયે અમુક અમુક બાબતે માં એક જ દૃષ્ટિક્રાણુથી નિષ્ણુય ી વસ્તુના સ્વરૂપને ઊલટુ અથવા સંકુચિત કરીને તેને સત્યધર્મનું રૂપ બતાવી રહ્યા છે. એટલે તે તે પ્રકારે તેઓ શુધ્ધ સાચા જૈનધર્મથી દૂર છે.
અને જેટલે અંશે ભગવાનના વચનથી વિરુદ્ધની માન્યતા તેટલે અંશે મિથ્યાત્વ ગણાય છે. •
પરંતુ એ સ` સંપ્રદાયાના જુદા જુદા દૃષ્ટિકાણને એકઠા કરીને વસ્તુના નિર્ણય કરવામાં આવે તા તે શુધ્ધ ધર્મ બની જાય અથવા શુધ્ધ ધર્મની એટલા બધા નજીક આવી જાય કે તેમાં મિથ્યાત્વના અન કારી અંશ રહે નહિ.
સંપ્રદાય એ દુષમકાળના પ્રભાવ છે.
ભગવાન મહાવીરે એક જ પ્રકારના શુદ્ધ પ્રરૂપેલા છે. તેમાં કાઈ સંપ્રદાય, ગચ્છ, પથ, કાંટા કે વાડાને સ્થાન નહેતું. આજે અનેક સંપ્રદાય, ગચ્છ વગેરેના ભેદ પડી ગયા છે. તે ફક્ત ભેદ પાડનારની અજ્ઞાનતા અથવા અહુ ભાવની વૃત્તિનું જ ફળ હતું. એ પ્રભાવનું જ પરિણામ હતું.
આ દુષમકાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com