________________
૧૭૪
મૂળ જૈન ધમ અને
સત્યાર્થીએ ગુરુની યથા પરીક્ષા કરીને જ તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. અને ગુરુ મારફત પણ કંઇ ખોટું સમજાઈ ન જાય તેની સત્યાર્થીએ સાવચેતી રાખવી જોઈ એ.
કચેા જૈન ધર્મ સત્ય
એમ તે અત્યારે પણ જૈન ધર્માંના સર્વ સંપ્રદાયા કહે છે કે જૈન ધર્મ સત્ય છે એટલુ જ નહિ પણ— જૈન ધર્મ જ સત્ય છે
( ખીજો કાઈ ધર્મ સત્ય નથી )
એમ પણ બધા જ સંપ્રદાયા સ્પષ્ટ રીતે કહે છે. ત્યારે સવાલ એ થાય છે કે—એ જૈન ધર્મ કયા ?
તે તે સપ્રદાયે માનેલા જૈન ધર્મ સત્ય છે એમ માનવું? એમ માનીએ તે। એ રીતે દરેક સપ્રદાયને ધર્મ સત્ય છે એમ માનવું પડે. એના અર્થ એ કે જૈન ધર્મ એક નહિ પણ અનેક છે.
પરંતુ જૈન ધર્માં તે એક જ છે. ભગવાન મહાવીરે એક જ ધર્મ પ્રરૂપ્યા છે એટલુ જ નહિ પણ જૈન ધર્મ અનાદિથી એક જ છે અને દરેક તીર્થંકરદેવ એક જ પ્રકારના જૈન ધમ પ્રરૂપતા આવ્યા છે એમ પણ અત્યારના જૈન ધર્મના દરેક સંપ્રદાય કબૂલ કરે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે આજના કાઇ પણ સંપ્રદાયે માનેલે ધમ તે સપૂર્ણ પણે સાચા જૈન ધમ' નથી, પણ જૈન ધર્મનું કાઇ અંશે રૂપાંતર છે. દરેક સપ્રદાય મૂળ જૈન ધર્મના કાઇ ને કોઇ સિદ્ધાંતને અથવા નિયમને ઊલટા રૂપમાં પ્રવર્તાવી પેાતાને સત્ય ધર્મી કહેવડાવે છે.
પરંતુ એમ એકાંતવાદ ધારણ કરનાર સોંપ્રદાયને સત્ય ધમા અનુયાયી માની શકાય નહિ. જૈન ધર્મ અનેકાંતવાદ ઉપર સ્થિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com