________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૩ મિથ્યાત્વની વ્યાખ્યા
હું તે ફક્ત મારામાં મિયાત હોય તેનો નાશ કરવા માગું છું તે હવે મિથ્યાત્વની વ્યાખ્યા શું છે તે જોઈએ.
જૈનધર્મમાં મિથ્યાત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ પ્રણત ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ.
વીતરાગદેવ ઉપર શ્રદ્ધા રાખવી એટલે વીતરાગ ભગવાન ખરખર થઈ ગયા હતા એટલું જ માનવાનું નહિ પણ વીતરાગ સર્વજ્ઞ દવે કહેલું છે તે જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. એટલે કે સર્વજ્ઞ દેવે પ્રણત કરેલ ધર્મ જ સત્ય છે એમ દઢતાથી માનવું તે સાચી શ્રદ્ધા કહેવાય. અને તેનાથી વિપરીત માનવું તે મિથ્થાવ.
તે જ પ્રમાણે નિગ્રંથ મુનિ ઉપર શ્રદ્ધા રાખવી એટલે કે સર્વ વીતરાગ ભગવાને કહેલ છે તે પ્રમાણે જ બરાબર જે નિર્ગથે મુનિ ધર્મ સમજાવે તે મુનિને જ સાચા ગુરુ તરીકે માનવા. અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.
પરંતુ ભગવાને કહેલા વચનને ઊલટા રૂપમાં સમજાવે, સત્ય વાતને ગોપવીને કે છુપાવીને તેને જુદા જ રૂપમાં બેટી રીતે સમજાવે તેને સાચા ગુરુ તરીકે મનાય નહિ, એટલે
ભગવાનના વચનેને ઊલટા સ્વરૂપમાં સમજાવનાર મુનિ ઉપર શ્રદ્ધા રાખવી અને તે ગુરુ સાચું જ કહે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ કહેવાય.
ભગવાનના વિરહમાં ભગવાનના વચનેને બરાબર સમજાવનાર ચૂર જ છે. અને તેથી જ ગુરુની ખાસ મહત્તા છે. પરંતુ તે જ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com