________________
હાલના સપ્રડાયા પ્ર. ૧૩
૧૭૧
મારે। હેતુ ફક્ત સત્ય શેાધવા, જાણવા અને જણાવવાને છે. ભગવાન મહાવીરે શું પ્રરૂપ્યું છે તે શેાધવાને જાણવાને અને સમજવાને છે.
એમ તે દરેક સંપ્રદાય પોતાના મતને જ સત્ય જ માને છે. ભગવાને જે પ્રમાણે કહ્યુ છે તે પ્રમાણે જ તેઓ બધાય માને છે એમ તે દૃઢતાથી કહે છે. છતાં ખૂબી એ છે કે બધા સંપ્રદાયેાની ઘણી વાતે એક બીજાથી વિરુદ્ધ છે, પણ સર્વજ્ઞ ભગવાનના કથનમાં વિરાધ ડ્રાઇ શકે જ નહિ. એટલે જ્યારે જુદા જુદા સંપ્રદાયાની વાતમાં વિરાધ માલુમ પડે ત્યારે એટલું તેા નક્કી સમજી શકાય કે બધાની વાત સત્ય હાઈ શકે જ નહિ.
તેથી સત્ય શું છે? ભગવાને શુ' પ્રરૂપ્યું છે તે જાણવાની સમજવાની અને તે પ્રમાણે વર્તવાની ભગવાનમાં શ્રદ્ધા રાખનાર દરેક જૈનની ફરજ છે તેમ મારી પણ ફરજ છે એમ હું સમજું છું અને તેથી એક સત્યાર્થી તરીકે સત્ય ધર્મ અથવા મૂળ શુધ્ધ જૈનધર્મ જાણવાની ઇચ્છા એ જ સ્મા પુસ્તકના હેતુ છે.
એવી સત્યની શાધ શા માટે?
સંપ્રદાયવાદી કહેશે કે એવી રીતે સત્ય શેાધ કરવાની જરૂર જ શી છે? તમે તમારા સંપ્રદાયની માન્યતા પ્રમાણે માને અથવા તમને પેાતાની મેળે જે સત્ય લાગે તે પ્રમાણે માના પણ આવી ભાંજગડમાં શું કામ પડે છે!
હા, ભાઈ તમારી વાત તેા ઠીક છે. પણ તમે જ મને સમજાવ્યું છે કે—મિથ્યાત્વથી બચેા તા જ મેક્ષ પ્રાપ્ત કરી શકાય. ત્રિશ્ચાત્યના એક અંશ હેાય ત્યાં સુધી તામેાક્ષ દૂર જ છે, અને હુ તા માક્ષના પ્યાસી છું તેથી મારામાં એક અંશ પણ મિથ્યાત્વના રહે તે મને પરવડે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com