________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૨૯ પ્રધાન મહાત્મા જાગશેજ. અને તે મહાત્મા બધા સંપ્રદાયને તેમની ભૂલ સમજાવી તેમને શુદ્ધ ધર્મમાં લાવશે જ. અને એ રીતે તે મહાત્મા સર્વને એકત્રિત કરી શુદ્ધ જૈન ધર્મને ફેલાવે કરશે.
માટે આપણે અત્યારથી જ મતભેદને બને તેટલા અને બને તેમ ઓછા કરતા જવું જોઈએ. અને બને તેટલા એક થવું જોઈએ. કે જેથી એ યુગ પ્રધાન મહાત્માને એકત્તા કરવામાં વિશેષ મહેનત પડે નહિ અને તેથી તેઓ શુદ્ધ જૈન ધર્મને સહેલાઈથી વિશેષ ફેલાવે કરી શકે.
મારી આલોચના અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે મારા આગલા બે પુસ્તક(૧) સત્ય ધર્મ પ્રકાશ અને (૨) જૈન ધર્મ અને એકતા–તેમાં મેં મૂર્તિપૂજાને વિરોધ કરેલ છે. પરંતુ તે વખતે મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા એ બે જુદી જુદી બાબત છે તે મારા ધ્યાનમાં નહતું. મારા વાંચન મનનના પરિણામે મને તે સત્ય લાગ્યું કે તરત મેં મૂર્તિ સત્ર સિદ્ધ છે તે જાહેર કર્યું હતું. એટલે મારા ઉતા પુસ્તકોમાં મૂર્તિપૂજાની અંતર્ગત મૂતિને પણ મારાથી વિરોધ થઈ ગયો છે. તે ખેટે છે અને તેથી તેને માટે અનંતા સિદ્ધ કેવળીની સાખે આ જાહેર રીતે મિચ્છામિડું લઉં છું. મારું તે દુષ્કૃત્ય મિથા હે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com