________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
૧૭૭ છે. અને એ રીતે કોઈ પક્ષ જે કંઈ મારી ભૂલ અંગ સૂત્રને અનુસરીને બતાવશે તે સંબંધમાં હું જરૂર વિચાર કરીશ. મૂર્તિ સંબંધી સ્પષ્ટિકરણ
મૂર્તિ સંબંધમાં એક બે જરૂરી સ્પષ્ટીકરણ કરી લઉં. (૧) મૂર્તિએ વ્યવહાર ધર્મ છે અને મૂર્તિ તે આલંબનરૂપ છે.
આલંબન એટલે કે. સશક્ત માણસને ટેકાની જરૂર પડતી નથી. પણ અશક્ત માણસને ટેકાની જરૂર પડે છે.
તે પ્રમાણે ધર્મમાં પણ – ધર્મ જ્ઞાન અને ધર્માચરણમાં કમજોરઅશક્ત માણસને ટેકાની જરૂર પડે છે. તેવા માણસને મૂર્તિને ટેકે, મૂર્તિનું અવલંબન આશીર્વાદરૂપ થઇ પડે છે.
(૨) એક ભાઈએ સવાલ પૂક્યો છે કે–અવલંબન મિથ્યાવીને કે સમક્તિને ?
તેને જવાબ. સમકિતના ઘણા પ્રકાર છે. તેમાં ભાવ સમકિત, નિશ્ચય સમક્તિ વગેરે જેની ઉચ્ચ સમકિત અવસ્થાના ભેદે છે તેને કેઈ આલંબનની જરૂર હોય નહિ.
પરંતુ સમક્તિની પ્રાથમિક દશાના કેટલાક ભેદ છે જેવા કે— દ્રવ્ય સમક્તિ–જિનેશ્વરનું વચન તત્તરૂપી છે એવી સામાન્ય રુચિ.
સંક્ષેપરુચિ–જે જૈન દર્શન યથાર્થ સમજ્યા નથી. વિશેષ ભણેલે નથી પણ વીતરાગ માર્ગની શુદ્ધ શ્રદ્ધા છે.
આવા પ્રાથમિક દશાવળા સમકિતને આલંબનની જરૂર રહે છે તે ઉપરાંત સારૂં ધર્મજ્ઞાનવાળાનું મન પણ દઢ થયું ન હોય ત્યાં સુધી તેને આલંબનની જરૂર રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com