________________
૧૬૮
મૂળ જૈન ધર્મ અને
મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા વિશે વિચાર અત્રે પુર થાય છે.
પાંચમા આરાના અંત સુધી
સંપ્રદાયે નહિ પણ શુદ્ધ જૈન ધર્મ જ ટકી રહેશે ભગવાને કહેલું છે કે જૈન ધર્મ પાંચમા આરાના અંત સુધી ટકી રહેવાને છે એ વાત સર્વ સંપ્રદાયના સર્વ જેને માને છે. અને તે ઉપરથી દરેક સંપ્રદાય પિતાને ઠેઠ સુધી ટકી રહેવાની વડાઈ લીએ છે. આવી વડાઈ લેવામાં તેમની ગંભીર ભૂલ છે. કોઈ પણ એક સંપ્રદાય ઠેઠ સુધી ટકી રહેશે એમ ભગવાને કહ્યું જ નથી પણ શુદ્ધ જૈન ધર્મ જ પાંચમાં આરાના અંત સુધી રહેશે એમ જ ભગવાને કહ્યું છે.
ભસ્મગૃહને લીધે જેન ધમ ચાળણમાં ચળાશે એમ કહેલું તે ભવિષ્યવાણી સિદ્ધ થઈ ચૂકી છે. જૈન ધર્મ જુદા જુદા સંપ્રદાયે, ગચ્છ, પંથમાં વિભિન્ન થઈને છિન્નભિન્ન થવાને હતું તે થઈ ચૂક્યો છે. હવે તે ફરીને સારે કાળ આવશે, ધર્મકાળ આવશે અને તે કાળ એકતાને હશે, ત્યારે સર્વ સંપ્રદાયને પોતપોતાના મતાગ્રહો છેડીને એક થવું જ પડશે અને એક જ શુદ્ધ જૈનધર્મને ઝંડા નીચે રહેવું પડશે.
એ વખત હવે બહુ દૂર નથી. સંપ્રદાયવાદીઓને, મતાગ્રહીઓને ભલે આ મારી વાત અત્યારે માનવામાં ન
આવે. પરંતુ હું માનું છું કે થોડા વખતમાં જ કોઈ યુગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com