________________
૧૬૬
મૂળ જૈન ધર્મ અને પૂજાવિધિથી કંટાળેલાઓએ
પૂજાવિરોધ અપનાવ્યો આ પૂજાવિધિએ લેકોને એટલે બધે ત્રાસ કંટાળો આપે છે કે જ્યારે મુનિઓ શ્રી ધર્મસિંહજી, ધર્મદાસજી, લવજી ઋષિએ મૂર્તિપૂજા વિરુદ્ધ પિકાર ઉઠાવ્યો ત્યારે તેમને અણુચિતવી, અસાધારણ ફત્તેહ મળી. પૂજાવિધિથી કંટાળેલા સર્વ લેકેએ આ મુનિઓના પોકારને વધાવી લીધે અને તેઓ આ મુનિઓના અનુયાયી બની ગયા. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની મોટી સંખ્યા બની ગઈ.
સ્થાનફવાસીઓના આ મૂર્તિપૂજા વિરોધી પિકારમાં મૂર્તિવિરોધ પણ સમાઈ ગયો એટલે એ વિરોધ મૂર્તિ અને મૂર્તિ પૂજા એ બે તદ્દન જુદી જુદી બાબતો છે તેની ખબર જ નહોતી. તેથી તેમણે તે તર્કથી મૂર્તિ પૂજા વિરુદ્ધ તેમજ મૂર્તિની વિરુદ્ધ પણ પ્રમાણે શોધી કાઢયા અથવા ઉપજાવી કાઢયા.
પરંતુ મૂર્તિપૂજકે તે તે વખતે આ બંને જુદી જુદી બાબતે છે તેમ જાણતા જ હશે તે તેમણે મૂર્તિપૂજાને બચાવ કરી વિરોધ વધારવાને બદલે વિરોધીઓને બંને જુદી જુદી બાબત છે એમ સમજાવ્યું હતું તે મૂર્તિ વિધિ તે તે જ વખતે અટકી ગયો હત. અને પૂજા વિધિ તદન બંધ તો એકદમ થઈ ન જ શકે તેથી તેમાં સુધારે ફેરફાર કરવાનું શરૂ કર્યું હેત તે મૂર્તિ પૂજા માટે વિરોધ પણ ઉગ્ર ન બનત.
અથવા તે તે વખતે મૂર્તિપૂજક સાધુઓ પણ મૂર્તિ અને મૂર્તિપૂજામાં એવા ઓતપ્રેત એકરૂપ બની ગયા હતા કે તે બે ભિન્ન ભિન્ન વિષયો છે એવી તેમને કલ્પના પણ થઈ ન હોય. અને તેથી એ રીતે વિચાર પણ કર્યો ન હોય તે એ પણ સંભવિત છે.
ગમે તેમ પણ આ વિષયમાં યથાર્થ વસ્તુસ્થિતિ સમજવાની કેશીશ નહિ કરવાના કારણે જ હાલની સ્થિતિ સર્જાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com