________________
૧૬૨
મૂળ જૈન ધર્મ અને
આ દ્રૌપદીની વાત સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં મનુષ્ય (પુરુષ કે સ્ત્રીએ) મૂર્તિ પૂજા કરી હતી એવો સૂત્રમાંને કઈ દાખલે કેઈએ રજૂ કર્યો નથી.
પ્રક્ષેપ પાડે
કેઈપણ અંગ સૂત્ર હાલમાં મૂળ શુદ્ધ તે ઉપલબ્ધ જ નથી. જે છે તે પણ મૂળ સૂત્રને ઘણે થડે અંશ અને બાકીનું તે તેના ઉપરનું પૂર્વાચાર્યોનું વિવેચન જ છે. અને પાછળથી જ્યારે મૂર્તિપૂજા ચાલુ થઈ ગઈ હતી, લોકોનું મન મૂર્તિપૂજા તરફ, બાહ્યાચાર તરફ આડંબર તરફ વિશેષ આકર્ષાયું હતું, ત્યારે તે વલણને પુષ્ટ કરવા માટે પૂર્વાચાર્યોએ સૂત્રમાં પૂજાની વાત ઉમેરી દીધી હોય તો તેમાં કશી અસંભવિતતા કે નવાઈ જેવું નથી.
છવાભિગમ સૂત્રમાં તથા રાજયશ્રીય સૂત્રમાં દેવલોકમાં દેવો મૂર્તિપૂજા કરે છે તેની વિધિ માટે “રાજપક્ષીય સૂત્રમાંની સૂર્યાભદેવની પૂજાવિધિ પ્રમાણે” એમ બતાવેલું છે. જીવાભિગમ અને રાજપ્રક્રીય એ બને સૂત્રો મૂર્તિપૂજા શરૂ થઈ ગયા પછી પણ ઘણું વખતે બનેલા છે. એટલે તે સૂત્રો બનાવનાર આચાર્યોએ અહીં થતી હતી તે પ્રમાણેની વિધિ તે સૂત્રમાં દાખલ કરી દીધી હોય તે તેમાં કંઈ જ અસંભવિત કે નવાઈ જેવું નથી.
અને જ્ઞાતાસૂત્રમાં સુર્યાભદેવની પૂજાનો ઉલ્લેખ જ બતાવે છે કે દ્રૌપદીની મૂર્તિપૂજાને આખો ય પાઠ પ્રક્ષિપ્ત છે, નવો જ ઉમેરેલે છે.
અંગસૂત્રમાં એવું કેમ બની શકે? એવી કોઈને શંકા થાય તે તેનું સમાધાન એ છે કે હાલના ઉપલબ્ધ સૂત્રોમાં ઘણે મોટો ભાગ તે મૂળસૂત્ર ઉપરના વિવરણ કે વિવેચનને જ છે. મૂળસૂત્રને બહુ જ નજીવો ભાગ તેમાં હશે. અને તેથી જ સૂત્રોમાં ભગવાન મહાવીરના
વખતમાં બનેલી વાત આવે છે કે જે ભગવાને પિતે કહેલી ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com