________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૩
હોય એમ સમજી શકાય છે, વિવેચનમાં જેમ એવી વાતો ભગવાનના નામે સૂત્રોમાં ઘૂસી ગઈ છે તેવી જ રીતે દ્રૌપદીની મૂર્તિપૂજાની વાત પણ ઘૂસી ગઈ હોય તો તેમાં કંઈ જ નવાઈ જેવું નથી.
બાકી સમ્યગ્દષ્ટિ દેવે તે મહા વિનયી અને વિવેકવંત હોય છે. અને તેઓ અરિહંત ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈએ, એ વાત તેઓ તેમના અવધિજ્ઞાનથી સારી રીતે જાણે છે તેથી તેઓ અરિહંત ભગવાનની આશાતના થાય તેવી રીતે સાવદ્ય પ્રકારની મૂર્તિપૂજા કરે જ નહિ, એટલે પૂર્વાચાર્યોના સૂત્રમાં પૂજાની વિધિ છે તે અહીંયા તે વખતે જે વિધિ ચાલતી હતી તેનું જ વર્ણન કરેલું છે એમ સમજવું જોઈએ.
પ્રાચીન મૂર્તિઓ શું બતાવે છે? સરકારી શોધખોળ ખાતા તરફથી થતા ખોદકામમાંથી અત્યાર સુધીમાં જે જે મૂર્તિઓ મળી આવી છે તે સર્વ જે દટાયલા શહેરમાંથી મળી આવી છે તે શહેર દટાયા પહેલાં પણ ઘણું વખત પહેલાં તે મૂર્તિઓ બનેલી હશે જ. અને જે પ્રાચીન કાળમાં મૂર્તિ પૂજા ચાલુ હેત તે તે મળી આવેલ મુર્તિએ ઘસાયેલી હેત. પણ મળી આવેલી મૂર્તિઓ જરા પણ ઘસાયલી નથી તે વાત પૂરવાર કરે છે કે પ્રાચીનકાળમાં ૫ર્તિપૂજા નહતી. એટલે પણ દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી નહતી.
જિનવરને કામદેવના મંદિર તરીકે લઈએ તે પણ તે વાત સંભવિત લાગતી નથી કારણકે દ્રૌપદી દઢ સમક્તિી હતી તે સૂવમાંના બીજા ઉલ્લેથી નક્કી થાય છે જ એટલે તેણે કામદેવની પૂજા કરી હેય તે સંમવિત લાગતું નથી.
આઘનિર્યુક્તિને પાઠ સ્થાનક્વાસીઓએ રજૂ કર્યો છે અને તેમાં કાપદીએ લગ્ન પછી સમકિત થવાનું બતાવ્યું છે. પરંતુ મૂર્તિપૂજકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com