________________
૧૫૮
:: મૂળ જૈન ધર્મ અને
કે આ દલીલ કરતી વખતે એ જ ઉવવાઈ સૂવને બીજે પાઠ તેઓ ભૂલી જાય છે કે જેમાં ભગવાનની પૂજાની વિગત આપી છે. કેણિક મહારાજાએ મહાવીર ભગવાન પાસે જઈને તેમની પૂજા કેવી રીતે કરી તેનું વર્ણન ઉવવાઈ સૂવમાં આ પ્રમાણે છે
(૧) શરીરથી–હાથપગ સંકેચીને, બંને હાથ જોડીને નમ્રતા તથા વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને ભગવાનના સામે બેસી ગયા અને ભગવાનની સુશ્રુષા કરવા લાગ્યા. એમ શરીરથી ભકિત પૂજા કરવા લાગ્યા.
; (૨) વચનથી–જેમ જેમ ભગવાન વચન ઉચ્ચારતા તેમ તેમ હે ભગવાન! એમ જ છે. હે ભગવાન! સત્ય છે. હે ભગવાન ! બરાબર સત્ય છે. સંદેહરહિત છે. હે ભગવાન! હું ઈચ્છું છું, હું વિશેષ ઈચ્છું છું અને આપે જે કાંઈ કહ્યું તે બરાબર છે. એમ કહીને તે ભગવાનની વચન દ્વારા સેવા-ભક્તિ-પૂજા કરવા લાગ્યા. ' (૩) મનથી મનમાં મહાન વૈરાગ્યભાવ ધારણ કરીને તેમજ તીવ્ર ધર્માનુરાગ રત બનીને મનથી ભગવાનની સેવા-ભકિત-પૂજા કરવા લાગ્યા.
આ પાઠથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરની પૂજા ત્રણ પ્રકારે કરવામાં આવતી. માનસિક, વાચિક અને કાયિક. મનમાં તેમનું ધ્યાન કરવું, સ્મરણ કરવું એ માનસિક પૂજા છે. વચનથી તેમના ગુણગાન કરવા એ વાચિક પૂજા છે. અને પંચાંગ નમાવીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરવા એ કાયિક પૂજા છે. વીતરાગ ભગવાનની પૂજા એ પ્રકારે થાય છે. - જે પદાર્થ રાગ ઉત્પન્ન કરનાર તરીકે મનાય છે તે વીતરાગ ભગવાન પર ચડાવવા અથવા તેમને ભેટ ધરવા
એ પુજા નથી પણ ભગવાનની અવજ્ઞા છે. રાગ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com