________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૭ અલબત્ત, જિનદેવની દ્રવ્ય પૂજા સ્વર્ગ પ્રાપ્તિને હેતુ બની શકે. પરંતુ જેનેની પ્રજાને હેતુ સ્વર્ગ પ્રાપ્તિને નથી પણ ગાક્ષ પ્રાપ્તિને છે.
જૈનેની સર્વ સાધના મોક્ષ પ્રાપ્તિ માટે જ છે અથવા હોય છે. પરંતુ સાધના અધૂરી રહે અને આયુષ્ય પૂરું થાય તેથી સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ જૈનની સાધના સ્વર્ગ પ્રાપ્તિ માટે જ હતી નથી. સ્વર્ગપ્રાપ્તિ એ તે અધૂરી સાધનાને લીધે મળેલે વિસામો માત્ર છે. સાધકનું લક્ષ્ય તે મોક્ષનું જ છે.
પરંતુ ઘણા લાંબા વખતથી જેનો હેતુ જ બદલાઈ ગયો છે અથવા બદલી નાંખવામાં આવ્યો છે એમ જણાય છે. કારણ કે ઘણી સ્તુતિઓમાં ભગવાનની સ્તુતિથી સ્વર્ગ પ્રાપ્તિની અથવા તે ઐહિક સુખના લાભની વાત જ બતાવી હોય છે.
જેનેને આ પ્રમાણે જીવનને હેતુ બદલાઈ જવાનું મૂળ દ્રવ્યપૂજાની શરૂઆતમાં જ હેય એમ દેખાય છે.
દ્રવ્યપૂજા ગમે તેવા શુભ આશયથી શરૂ કરવામાં આવી હોય પરંતુ તેનું પરિણામ તે વિપરીત જ આવેલું છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે. અને આવું પરિણામ જ આવે તે સ્વાભાવિક જ છે. * પૂજાથી પરંપરાએ મેક્ષ પ્રાપ્તિ થઈ શકે એમ કહેવું એ પણ એક પ્રકારને વદતે વ્યાઘાત છે. કારણ કે દ્રવ્યપૂજાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે તેમાં આનંદ માન્યા પછી મેક્ષના સુખની ઇચ્છા રહેતી જ નથી. એ ઇચ્છા ક્યાંય વિલાઇ જાય છે. અને પૂજક સ્વર્ગના સુખના આનંદમાં જ મગ્ન રહ્યા કરે છે. તેને પછી મેક્ષ પ્રાપ્તિની જરૂર પણ જણાતી નથી. ક . અનેક પ્રકારની નવનવી દ્રવ્ય પૂજામાં જ રચ્યાપમાં, રહેનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com