________________
૧૫૦
મૂળ જૈન ધર્મ અને
સંસારી દેવની પૂજામાં ધર્મ છે એમ મૂર્તિપૂજકે માનતા. હોય તે પછી તેઓ જ અન્યધર્મના સંસારી દેવાની પ્રજાને વિરોધ શા માટે કરે છે?
જે ધર્મ બતાવે તેની જ પૂજા હેય. તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કર્યા પહેલાં ઘબતાવતા જ નથી તો કેવળી સર્વજ્ઞ થયા પહેલાંની અવસ્થાની પુજા કેવી રીતે હેઈ શકે?
સાચી પૂજા સર્વ તીર્થ કર અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની જ હોઈ શકે. તે સિવાયની બીજી કોઈ પણ અવસ્થાની પૂજા મેક્ષના કારણરૂપ હોઈ શકે નહિ.
પૂજાને સાચા અર્થ ઉપરના લખાણથી વાંચકે સમજી શકતા હશે કે વીતરાગ ભગવાનની પૂજા દ્રવ્યપૂજ વિધિથી થઈ શકે નહિ. દ્રવ્યપૂજા સંસારી દેવાની જ હોઈ શકે. વીતરાગ દેવની ખરી પૂજા ભાવપૂજા જ છે. પૂજ્યની આજ્ઞાને અનુસરીને ચાલવું, વર્તન કરવું; પૂજ્યને વંદન નમસ્કાર કરવા, પૂજ્યનું બહુમાન કરવું એ જ પૂજાને સાચો અર્થ છે.
તીર્થકરોના જન્મ કલ્યાણક વખતે તેમના માતાપિતાની દેવેન્દ્ર પૂજા કરે છે એમ કહ્યું છે ત્યાં પણ દેવેન્દ્ર તીર્થકરના માતાપિતાને વંદન નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, તેમની પ્રશંસા કરે છે અને એ રીતે તેમનું બહુમાન કરે છે. એ જ તેમની પૂજા કરી કહેવાય છે.
મહિયા * મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે મૂર્તિપૂજકે મહિયા શબ્દને દાખલ આપે છે. મહિયાને અર્થ પૂજા અથવા પૂજન થાય છે અને પૂજા ફલ વગેરે પૂજનસામગ્રી દેવ પાસે ધર્યા વિના થઈ શકતી નથી. એમ દલીલ કરી મૂર્તિપૂજકો તેમની પૂજા વિધિ સિદ્ધ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com