________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૫૩
સમજણ આ પ્રમાણે આપવામાં આવે છે–રાત્રે આવેલા કુસ્વપ્ન આદિના નિવારણ અર્થે તેમ જ શુભ શુકનને અર્થે કરાતી તિલકધારણની ક્ષિા તથા સરસવ, દહીં વગેરે માંગલિક વસ્તુનું દર્શન વગેરે.
સ્થાનકવાસી શ. પં. મુનિશ્રી રત્નચંદ્રજીએ તેમના “અર્ધમાગધી કેવ”માં એ પ્રમાણે જ સમજુતી આપી છે.
કપાળે કેસરનું તિલક કરવું એ અત્યારે પણું માંગલિક ગણાય છે તે પ્રમાણે પ્રાચીનકાળમાં પણ માંગલિક ગણતું હેય તે સંભવિત ગણાય. આ તિલક ભગવાનની ભક્તિરૂપ છે. અથવા ભક્તિના પ્રતીકરૂપ છે, એટલે તિલકથી અથવા ખરી રીતે પ્રભુભક્તિથી કુરૂખની અસર એટલે મનમાંના કુવિચાર ઉડી જાય અને ભકતને મંગળરૂપ થાય એવા ભાવવાળો અર્થ હોય એમ સમજાય છે.
સમકિતી શ્રાવકના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ તે જિનદેવ હોય એમ વધારે બેસતું આવે છે. કારણ કે તિલક જિનદેવની ભક્તિનું ચિન્હ છે ત્યારે કુળદેવની ભકિત માટે કોઈ ખાસ તિલકનું ચિહ હોતું નથી.
અજૈન અથવા મિયાવીના સંબંધમાં વાત હોય ત્યારે ગોત્રદેવ, કુળદેવ તે ગમે તે કઈ પણ અન્ય દેવ હેય. મિથ્યાત્વીના દેવના પણ જુદા જુદા તિલક હેય છે.
ત્યારે હવે શ્રાવક કેવું બલિક કરતા તે વિચારવાનું રહે છે. ઉપર કહ્યું તેમ બલિને અર્થ ભોગ આપવાને છે. તે શ્રી જિનેશ્વર ભગવાન કેવા ભોગથી પ્રસન્ન થાય? ભગવાન તે પરિપૂર્ણ છે. તેમને તે કંઈ જોઈતું નથી. પણ આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું
સ્વીકારીને આપણા સ્વછંદ વિચાર વર્તનને ત્યાગ કરે, અસદ વિચાર વર્તનને ત્યાગ કરવો એ જ સાચે ભોગ છે. એવા ભોગથી જ વીતરાગ ભગવાન પ્રસન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com