________________
૧૫૨
મૂળ જે ધર્મ અને
યબલિકમ્મા જયસ્ટિકમ્મા = કૃત વૃદ્ધિ કર્મ = બલિ કર્મ કર્યું અથવા કરીને, સૂત્રમાં જ્યાં જ્યાં બલિકમ્મા શબ્દ આવે છે ત્યાં ત્યાં આ પ્રમાણે પાઠ આવે છે–
व्हाया कयबलिकम्मा कय कोउय मंगलपायच्छिता
અર્થ——ાઈને, બલિકર્મ કરીને, કૌતુક અને મંગળ૨૫ પ્રાયશ્ચિત કરીને.
અહીંઆ મતભેદ કબલિકમા શબ્દના અર્થ માને છે સ્થાનકવાસીઓ કયબલિમાને અર્થ મુખ્યત્વે આ પ્રમાણે કરે છે– બળવર્ધક પીઠી ચોળીને અને પછી નહાઈને, અને (૨) ગણિરૂપ અર્થ કરે છે કે–ગોત્રદેવી કુળદેવીનું પૂજન કરીને.
શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ શાસ્ત્રમાળા તરફથી બહાર પડેલા ભગવતીસૂત્રમાં પડિત બેચરદાસે “ગેાત્રદેવીનું પૂજન કરીને” એ અર્થ કર્યો છે. ત્યારે મૂર્તિપૂજકે યબલિકમ્માને અર્થ કરે છે કે – ગ્રહદેવની પૂજા કરીને એટલે કે જિનપ્રતિમાની પૂજા કરીને.
મૂળ પાઠમાં નહાવાનું પહેલાં અને બલિકર્મ પછી કરવાનું છે એટલે નહાયા પછી પીઠી ચોળવાનું તે હેય નહિ, પીઠી ચોળ્યા પછી જ હાઈ શકાય. એટલે સ્થાનકવાસીઓને “પીઠી ચોળવાને અર્થ તે તદ્દન ખોટો જ છે.
બલિને અર્થ “દેવને પ્રસન્ન કરવાને અપાતો ભગ” એવો અર્થ થાય છે, એટલે ક્યબલિકમ્માને સંબંધ દેવ સાથે છે એટલું તે ચોક્કસ સમજી શકાય છે. પણ તે દેવ એટલે કુળદેવ સમજવા કે જિનદેવ સમજવા તે નક્કી કરવાનું છે.
બલિ કર્મ કરીને પછી કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને એમ સત્રના પાઠમાં છે. તે કૌતા અને મંગળ૨૫ પ્રાયશ્ચિત શું? એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com