________________
૧૪૮
મૂળ જૈન ધર્મ અને
તાત્કાલિક સ્વર્ગ સુખના લાભની જ ઈચ્છા રહ્યા કરે છે. તેને પછી મિક્ષ માટેની કષ્ટપૂર્ણ સાધના તરફ કંટાળે જ આવે છે.
એટલે દ્રવ્ય પૂજાનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જૈન ધર્મની સાધનાને મૂળ હેતુ માય જાય છે અને સ્વર્ગના પગલિક સુખમાં જ તેને આનંદ પૂર્ણ રીતે સમાઇ જાય છે.
મૂર્તિ પૂજકોએ મૂર્તિ અને મૂતિ પૂજાનો એક જ વિષય બનાવી દઈને જે ગોટાળો કર્યો છે તેમાંથી હવે તેઓ છૂટી શક્તા નથી. તેથી મૂતિ પૂજાને – દ્રવ્ય પૂજાને સિદ્ધાંત અનુસાર કરાવવા માટે વિચિત્ર દલીલે રજુ કરે છે. મુનિ શ્રી ભદ્રંકર વિજયજીએ “પ્રતિમા પૂજન” એ નામનું પુસ્તક લખેલ છે તે પુસ્તક બીજી રીતે સુંદર હોવા છતાં તેમાં મુનિશ્રીએ પૂજા માટે જે દલીલ કરી છે તે વિચિત્ર અને ધર્મ સિદ્ધાંત ઊલટારૂપમાં બતાવનારી છે. જેમકે – દલીલ ૧, (પ્રતિમા પૂજન પૃષ્ઠ ૯)માં મુનિશ્રી લખે છે કે –
“ઉપાસના આકારની ભક્તિ માટે જે હિંસા કરે છે તે હિસા વ્યક્તિ-નિમિત્તક નથી. ઉપાસકના સ્વાભાવિક હિસક જીવનને જ આભારી છે.
મુનિશ્રીની દલીલ વિચિત્ર છે. ઉપાસક હિંસક સ્વભાવને હોય અથવા તેનું જીવન હિંસામય હોય તેથી તેની હિંસામય પૂજા કરવાને પણ અધિકાર છે અને તેથી તેની હિંસા ભક્તિને કારણે નથી એમ કહેવું તે અસત્યને સત્ય તરીકે ઠરાવવા જેવું છે. • દલીલ ૨. (પ્રતિમા પૂજન પૃષ્ટ ૮)માં મુનિથી લખે છે કે –
ત્રસ જીવ નિકાયની હિંસાથી પણ સર્વથા નહિ વિરમેલા આત્માઓ, તે હિસાથી વિરમવા માટે ત્રસની અપેક્ષાએ અતિ અલ્પ હિસા જેમાં રહેલી છે એવા પદાર્થો વડે
ઉપાયની ભકિત કરે તથા સર્વ જીવ નિકાયના વધથી વિરામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com