________________
મૂળ જૈન ધર્મ અને
સાત કર્મોની પ્રકૃતિઓ જે શિથિલ બંધવાળી હોય તે ગાઢ બંધનવાળી બાંધે છે. " આ પ્રમાણે વિવાહલિયા સુત્રમાં પણ સાવદ્યપૂજાને નિષેધ કર્યો છે.
પૂજાને હેતુ જૈન ધર્મને હેતુ મોક્ષ પ્રાપ્તિને છે. સર્વે લેકે મોક્ષ પ્રાપ્તિના હેતુથી જ જૈન ધર્મની આરાધના કરે છે અથવા કરતા હતા. એટલે મૂર્તિ પૂજાને હેતુ પણ મોક્ષ પ્રાપ્તિને જ હેવો જોઈએ. અને તેથી પૂજાની સામગ્રી પણ મોક્ષ માર્ગને અનુસરતી જ હેવી જોઈએ. તે સામગ્રીમાં એક પણ વસ્તુ એવી હેવી ન જોઈએ કે જે ધર્મના સિદ્ધાંતને બાધા કરનારી હેય.
અત્યારે દ્રવ્ય મૂર્તિપૂજામાં જળ, પુષ્પ, ધુપ વગેરે અનેક વરતુએ વપરાય છે કે જે ધર્મના સિદ્ધાંતને બાધ કરતા છે.
લૌકિક દેવોની દ્રવ્યપૂજા થાય છે અને તેમાં જળ, ધૂપ, દીપ વગેરે અનેક પ્રકારની સાવદ્ય સામગ્રી હોય છે. પરંતુ લૌકિક દેવની પૂજા એરિક સુખ માટે જ કરવામાં આવે છે. તેમની પ્રાર્થનામાં સંસારની સુખશાંતિની જ યાચના હોય છે. પણ પારમાર્થિક સુખની, મેક્ષના સુખની યાચના હોતી નથી. .:: જેમકે – કુબેરની પૂજા ધન માટે કરવામાં આવે છે, કૃષ્ણની કે શિવની પૂળ સંસારના સુખ માટે કરવામાં આવે છે. અનેક પ્રકારના સુખ માટે જુદી જુદી રીતે લૌકિક દેવેની દ્રવ્ય પૂજા કરવામાં આવે છે.
* જેનાએ જિનદેવની પૂજામાં પણ લૌકિક દેવની પૂજાનું અનુસરણ કર્યું હોય એમ લાગે છે. પરંતુ તેની પૂજા મોgને હેતુ થઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com