________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫
એટલે એણે એમ કહેવા માંગ્યું કે મને સાક્ષીએ સ્પર્શ કર્યો તે અત્યંત ભક્તિવશ થઈ અપવાદ માર્ગે કર્યો માટે સૂવ વિરુદ્ધ કાંઈ થયું નથી. અને એ જ બારીમાંથી પેલા મૂર્તિપૂજકને પણ નાસી છૂટવાનું મળ્યું. તેઓ કહેવા લાગ્યા કે–અમે પણ પ્રભુ ઉપરના અત્યંત ભક્તિભાવને લીધે દેહેર કરાવીએ છીએ અને ફળફુલ આદિ ચડાવીએ છીએ તે તેનું પણ પ્રાયશ્ચિત નથી.”
મહાવીર દેવે ગૌતમને કહ્યું કે—હે ગૌતમ! આ ચલિત સ્વભાવના આચાર્યું અનંત સંસાર ભમવારૂપ લાભ મેળવ્યો. કાળ સમયે કાળ કરીને તે વાણુ વ્યંતર દેવ થયા.એમ તિર્યાય. નારકી, મનુષ્ય આદિ અવતાર લઈ મહા દુઃખ તે જીવ પામ્યો. છેવટે મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ તીર્થકરની વાણી સાંભળી બુઝ અને મુક્તિ પામ્યો.”
આ પ્રમાણે મહાનિશીધ સૂત્રમાં ભગવાનના શબ્દમાં સાવદ્યપૂજાને નિષેધ કર્યો છે.
વિવાહ ચૂલિયા સુત્રને દાખલ ગૌતમસ્વામી-જિનેશ્વરની પ્રતિમાનું વંદન પૂજન કરવાથી મૃતધામ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય?
મહાવીર પ્રભુ–ગૌતમ, તેં કહ્યું તે બરાબર નથી. ગૌતમ સ્વામી–આપ એમ કેમ કહે છે?
મહાવીર પ્રભુ–એ બાહ્ય પૂજામાં નાના મોટા છની હિંસા થાય છે.
ગૌતમ સ્વામી–ભલે મ હિંસા થાય પરંતુ તેનું ફળ સુંદર મળે ને શા માટે મૂર્તિપૂજા જૈનધર્મમાં વિધેય ન હોઈ શકે!
મહાવીર પ્રભુ-હિસા એ ચોખ્ખી રીતે અધર્મનું કાર્ય છે અને તેથી હિંસાને પરિણામે આઠ કર્મો પૈકીને માત્ર આયુષ મને છોડીને
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com