________________
----
*
૧૨૬
મૂળ જૈન ધર્મ અને પ્રમાદથી આવવા જવામાં ઉપયોગ ન રહેવાથી જે કોઈ દોષ લાગ્યો હેય તેની આયણ કહી છે.
સાધુને આવતાં જતાં, પ્રતિક્રમણ કરતાં કે બીજુ હરકોઈ કામ કરતાં આયણું તથા ઈરિયાવહી પડિક્કમવાની છે. તે પ્રમાદને આશ્રયીને છે પણ નહિ કે–તે શુભ કાર્યોને આશ્રયીને !
પ્રશ્ન વ્યાકરણ સત્ર
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ત્રીજા સંવરદ્વારમાં આ પ્રમાણે પાઠ છે–
अत्यंत बाल दुब्बल गिलाण बुडढ खवके पवत्ति आयरिय उवज्ज्ञाए सेहे साहम्मिए तपस्सीकुळगण રંવેદે ય બાજઠ્ઠી...
અર્થ:–અત્યંત બાળ, દુર્બળ, ગ્લાન, વૃદ્ધ, માસક્ષમણ આદિ તપની પ્રવૃત્તિ કરનાર આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક તપસ્વી કુળગણ, સંઘચૈત્ય એટલાની વૈયાવય નિર્જરાને માટે.
અહીં સંઘચયટ્ટ શબ્દ છે તેમાં સ્થાનકવાસીઓ “ સંઘ તથા જ્ઞાનાથની” વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. ત્યારે મૂર્તિપૂજક સંધ તથા મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે, અથવા સંઘની મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. સંઘ અને ચેઈય એ બે શબ્દોને ભેગા ગણવાથી સંઘની મૂર્તિ અથવા સંઘનું મંદિર એવો અર્થ થઈ શકે છે. મૂર્તિ મંદિર સંધના જ હોય એટલે એમ પણ અર્થ થઈ શકે.
મૂર્તિની કોઈ આશાતના કરતો હોય તેને સાધુ અટકાવે તે સાધુએ મૂર્તિની વૈયાવૃત્ય કરી એમ ગણાય છે.
સ્થાનકવાસી “જ્ઞાનાથી” એમ અર્થ કરે છે તે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક વગેરે પણ જ્ઞાનાર્થી તો હોય જ. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com