________________
૧૨૮
મૂળ જૈન ધર્મ અને
વ્યવહા૨ સૂત્ર વ્યવહાર સૂત્ર ઉ. ૧માં પાઠ છે કે–મવ સમ્પમવિયાડું चेझ्याइं पासेज्जा कप्पइ से तस्संतिए आलोइत्ताए वा।
અર્થ આચાર્ય આદિ બહુશ્રુતને સંગ ન હોય તે રે જિનચૈત્ય-પ્રતિમા પાસે જઈને આલોચના લઈ શકાય છે.
મૂતિની મહત્તા દેવલોકમાં મૂર્તિ છે અને તેની મહત્તા પણ છે. સઘળા દેવે અવધિજ્ઞાની હોય છે. તેથી દેવો પિતાના જ્ઞાનથી જાણી શકે છે કે મૂર્તિ શક્તિશાળી કે પ્રભાવશાળી છે કે નહિ. દેવો પોતે જ ભારે શકિતશાળી હોય છે. તેઓ તેમના કરતાં પણ મૂર્તિ વિશેષ શકિતશાળી હેય તે જ મૂર્તિને માને. દેવ મૂર્તિને માને છે. વાંદે છે, નમસ્કાર કરે છે એ તે સૂત્રસિદ્ધ હકીકત છે. એટલે દેવલેકમાંની શાશ્વતી મૂર્તિઓ દેવો કરતાં વિશેષ શકિતશાળી છે એમ સિદ્ધ થાય છે.
અહીંઆ પણ પ્રાચીન કાળથી જ મૂર્તિઓ, સ્વ વગેરે પ્રભાવ શાળી, શકિતશાળી હતા તેને દાખલા મળી આવે છે. જેમકે
(૧) વિશાલા નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને સ્તુપ હતો ત્યાં સુધી કેણિક મહારાજાથી તે નગરી જીતી શકાતી નહતી.
(૨) શયંભસ્વામી દીક્ષા લીધાં પહેલાં વૈદિક બ્રાહ્મણ હતા અને યજ્ઞો કરાવતા. તેમના યજ્ઞના સ્તંભ નીચે તેમના ગુરુએ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ છુપાવી હતી કે જેથી સર્વ વિદને ટળી જતા. તે મૂર્તિના દર્શનથી શય્યભસ્વામી બોધ પામી દીક્ષા લઈ શ્રમણ બની ગયા.
આપણા કથા સાહિત્યમાં આવા બીજા પણ ઘણા દાખલાઓ મળી આવે છે. અને અત્યારના ઘણું તીર્થોની મૂર્તિઓની મહત્તા જાણીતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com