________________
૧૪૨
મૂળ જૈન ધર્મ અને રીતે બીજા સંપ્રદાયોની નિંદાથી સ્થા. સંપ્રદાયની સત્યતા ઠરાવવાને પ્રયત્ન કર્યો છે.
તેમાં મૂર્તિપૂજા વિષે તેમણે લખ્યું છે તે ઘણું ખરું સાચું લખ્યું છે. તેમાં તેમણે મહાનિશીથ સૂત્રને તથા વિવાહ ચૂલિયા સૂત્રને દાખલ આપીને મૂર્તિપૂજકેને માન્ય સૂત્રો પણ સાવદ્યપૂજાને નિષેધ કરે છે તે બતાવ્યું છે. તે બન્ને દાખલા અત્રે ઉદ્ધત કરું છું.
મહાનિશીથ સૂત્રનો દાખલ એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી ધ્યાનમાં બેઠા હતા તે વખતે તેમને સંક૯પ થયો કે “પ્રભુનાં વચન અથવા તેમનાં સિદ્ધાંત કઈ જીવ અન્યથા વિપરીત પ્રરૂપે તે તે શું ફળ આપે ?”
એવો વિચાર થતાં જ તેઓશ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને વિધિપૂર્વક વંદન કરી શંકાનું સમાધાન પૂછયું. અનંતજ્ઞાની ભગવાને સંક્ષેપમાં ગર્ભિત જવાબ આપ્યો કે “હે ગૌતમ ! “સાવદ્યાચાર્ય” જે ફળ પામે તેવું પામે.”
ગૌતમસ્વામીએ જિજ્ઞાસાથી સાવધ આચાર્ય નો ઈતિહાસ પૂછો ત્યારે ભગવાને નીચે પ્રમાણે કહ્યું—
અષાદિક તીર્થકરની ચોવીશી પહેલાં જે અનંત કાળ વ્યતીત થયો તે અનંતી ચોવીશીમાં “કમળપ્રભ” નામે સાત હાથના દેહવાળે, ત્રણ જગતને આશ્ચર્યરૂ૫ પંડિત આચાર્ય થયો. તે વખતના વીશમાં તીર્થકર ધર્મસીરીના વખતમાં તે થયો.
ધર્મસીરી તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે અસંયતિના પૂજા-સત્કાર નામનું અચ્છેરું થયું. મિથ્યાત્વનું જોર વધ્યું.... ચૈત્યના સ્થાનક દહેરાને અંગીકાર કરી બળ, પરાક્રમ, પુરુષાકારને જેણે ગાવ્યો છે એવા નામધારી આચાર્યો શિથિલ થઈ અસંયમાદિને વિષે રહ્યા. તેઓ વિચિત્ર પ્રકારની પુષ્પમાળા આદિ વડે દેવની પ્રતિમાની પૂજા અર્ચા
કરવામાં તત્પર થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com