________________
: ૧૪૦
મૂળ જૈન ધર્મ અને સૂત્રમાં સાવધ પૂજાને નિષેધ સાવદ્ય પૂજા એટલે જે પૂજન વિધિમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થતી હોય તેવી વિધિવાળી પૂજા. એવી સાવદ્ય પૂજાને ભગવાને નિષેધ કર્યો છે. તે નિષેધના વચને આ પ્રમાણે છે –
શ્રી આચારાંગ સૂત્રમાં પહેલા શ્રુતસ્કંધમાં પાંચમાં ઉદ્દેશામાં વનસ્પતિના અધિકારમાં પાંચમા સૂરમાં કહેલ છે કે –
ભગવાને જીવન નિભાવવાને વિવેક સમજાવ્યો છે છતાં કઈ વંદન, માન, પૂજાસત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે સ્વયં વનસ્પતિ આરંભી હિંસા કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે તે તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.”
એટલે વંદન પૂનમાં વનસ્પતિકાયની હિંસા થવી ન જોઈએ એમ જિનેશ્વરની આજ્ઞા છે. વળી જન્મમરણથી મુક્તિ અને દુઃખનું નિવારણ ધર્મથી જ થઈ શકે તેથી ધર્મારાધનમાં પણ વનસ્પતિ કાયની હિંસામાં જિનેશ્વરની આજ્ઞા નથી.
આવી જ રીતે બીજા અધિકારોમાં પણ કહેલું છે. તે ઉપરથી સમજી શકાય છે કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા થઈ શકે નહિ, સચેત વસ્તુ ભગવાનને ચડાવતાં કે સચેત વસ્તુથી ભગવાનની પૂજા કરતાં ભગવાનની આજ્ઞાને લેપ થાય છે અને ભગવાનની મહાન આશાતના થાય છે.
આની સામે મૂર્તિપૂજકે એવી દલીલ કરે છે કે આચારાંગ સુત્રમાંની વાતે તે સાધુમુનિઓ માટે છે પણ શ્રાવકે માટે નથી.
તેના જવાબમાં જણાવવાનું કે સાધુ તેમ જ શ્રાવક બને માટે ધર્મ તે એક જ છે. અહિસા તો બન્ને પાળવાની જ છે. સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com