________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૯
મૂર્તિપૂજાના હિમાયતીઓ એવી દલીલ કરે છે કે સમવસરણમાં જતા શ્રાવકના ખીસ્સામાં સચિત ખાવાની વસ્તુ હોય તે તે કાઢી નાંખવી. સમવસરણમાં જતી વખતે શ્રાવક ખાવાની વસ્તુ ખીસ્સામાં લઈ જાય તે વાત અસંભવિત લાગે છે.
પરંતુ સમવસરણમાં જતા શ્રાવકના મોઢામાં પાન હેઈ શકે તેમજ તેની પાસે ફૂલને હાર કે ગજરો હેઈ શકે અથવા તેના પહેરેલા કપડા ઉપર છાતીએ ફૂલ ભરાવેલું હોય એમ બની શકે. એવી જે કંઈ સચિત વસ્તુ પાસે હોય તેને દૂર કરીને જ સમવસરણમાં જવાય.
જિન પ્રતિમા જિન સરિખી એટલે શું?
જિન પ્રતિમા જિન સરિખી” એ મૂર્તિપૂજકોને મુદ્રાલેખ છે તે પ્રમાણે પણ પ્રતિમાનમૂર્તિને ભગવાનના જેવી ગણીને વર્તવું જોઈએ. એટલે કે મૂર્તિપૂજામાં ભગવાનને નહિ કલ્પતી કઈ પણ વસ્તુ રાખી શકાય નહિ.
અથવા મૂર્તિ ભગવાનના જેવી નથી એમ મૂર્તિપૂજકેએ જાહેર કરવું જોઈએ કે જેથી મુતિને ભગવાન જેવી ગણવામાં ન આવે. એટલે પછી કંઈ પણ કહેવાનું રહે જ નહિ,
જ્યાં સુધી પોતાના મતની પુષ્ટિ થઈ શક્તી હોય ત્યાં સુધી જિન પ્રતિમા જિન સરિખી ને મુદ્રાલેખ આગળ ધરવ અને જ્યાં પોતાના મત વિરુદ્ધ વાત જતી હોય ત્યાં “આ તે સ્થાપના છે' કહીને છૂટી જવાની કશીશ કરવી એ ન્યાયસંગત વાત નથી. તે પછી જિન પ્રતિમા કઈ કઈ બાબતમાં સાનમાં. ગુણમાં, પ્રતિભામાં. મહાઓમાં આકારમાં વગેરે કઈ કઈ બાબતમાં અને કેટલે અંશે જિન પ્રતિમા જિન સરિખી છે તે મૂર્તિપૂજાએ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com