________________
૧૩૨
મૂળ જૈન ધર્મ અને
*
*
૧
પૂજા કેની?
પૂજા બે પ્રકારની છે–ભાવપૂજા અને દ્રવ્યપૂજા. અહીંઆ મૂર્તિપૂજા એ દ્રવ્યપૂજાનો વિષય છે. કારણ કે ભાવપૂજામાં તો કોઈને મતભેદ નથી.
પૂજ્યને કલ્પતી વસ્તુથી જ
પૂજા થાય દ્રવ્યપૂજામાં પણ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. ભાવ અને ભક્તિ વિનાની પૂજા તે તદ્દન નિષ્ફળ ગણાય. ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુથી ભગવાનની પૂજા કરવામાં આવે તે જ તે સાચા ભાવ અને સાચી ભક્તિવાળી પૂજા કહી શકાય.
વ્યવહારમાં કોઈ ભાઈને ત્યાં તેનો શેઠ આબે હેય તે તે તેનું બહુમાન કરવાની સાથે શેઠને ગમતી વસ્તુ આપીને તેનું સન્માન કરે છે, કઈ જમવા આવ્યું હોય તો તે મહેમાનને ગમતી વાનીઓ બનાવીને જમાડ્યા છે તેનું સારું સન્માન કર્યું ગણાય છે. જેનું સન્માન કરવું હોય તે વ્યકિતને તેને પસંદ પડતી વસ્તુ અપાય તે જ તેનું સાચું સન્માન થયું ગણાય છે અને તેને પસંદ ન હોય તેવી વસ્તુ તેને આપવામાં આવે તો તે નારાજ થઈને જાય છે એટલે તેનું સાચું સન્માન થયું ગણાતું નથી.
જે વ્યકિતનું સન્માન કરવું હોય તે વ્યકિતની પસંદગી કે ઈચ્છા પહેલી જવાય છે, સન્માનીય વ્યકિતની ઈચ્છાને જ પ્રાધાન્ય અપાય છે. તે જ પ્રમાણે ધર્મમાં પણ સન્માનીય વ્યકિત એટલે ભગવાનની ઇચ્છાને પ્રાધાન્ય હોવું જ જોઈએ. એટલે કે ભગવાનને ખપતી, કલ્પતી વરત તેમને અર્પણ કરવાથી જ સાચી પૂજાભક્તિ કરી ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com