________________
હાલના સપ્રદાય પ્ર. ૧૨
૧૩૩
સાધુને પણ તેમને કહપતી વસ્તુએ જ વહેારાવાય છે. એટલે ભગવાનને ખપતી, કલ્પતી ન હેાય તેવી વસ્તુ જો ભગવાનને અણુ કરવામાં આવે તે તે સાચી ભક્તિ કે સાચી પૂજા ન ગણાય એટલું જ નહિ પણ એ તેા તીર્થંકર ભગવાનનું અપમાન ગણાય.
તીર્થંકર ભગવાન સચેત વસ્તુના ત્યાગી છે. ભગવાને સચેત વસ્તુ ત્યાગવાને ઉપદેશ આપ્યા છે કારણ કે તેમાં હિંસા છે. છતાં આપણે ભગવાનના ઉપદેશની વિરુદ્ધ ભગવાનને જ તેમતે નહિ કલ્પતી વસ્તુ અર્પણું કરીએ તે તેમાં ભગવાનની ભક્તિ નહિ પણુ ભગવાનનુ અપમાન અને ભગવાનની આશાતના જ કહેવાય.
પૂજા કરનારને ભાવ ભલે ઉત્તમ છે કે ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરવી. પરંતુ પૂજા કરનારની ઇચ્છા કરતાં પણ પુજ્યની ઇચ્છા જ પ્રાધાન્ય ગણાય. પુજ્યની ઇચ્છાને જે માન ન આપે તે સાચા પૂજક જ ન કહેવાય, માટે ભગવાનને સુર્યંત વસ્તુ અર્પણ કરનારને આરાધક કહી શકાય જ નહિ. ભગવાનને ન ખપતી વસ્તુ અર્પણ કરે તે વિરાધક જ કહેવાય.
ભગવાન દીક્ષા લીએ ત્યારથી તેમણે સ્નાન કરવાનુ છેાડી દીધુ હાય છે, વજ્ર પાત્ર રાખવાનું છોડી દીધુ હાય છે; એટલે ન્હાવણ કે વસાલ કાર ભગવાનને ખપે નહિ છતાં તે તેમને અર્પણ કરવામાં આવે તે તેમાં પણ ભગવાનની આશાતના છે. ભગવાનને સ્નાન કરાવવું તેમાં ભલેને ગરમ કરેલુ અચેત પાણી હોય પરંતુ ભગવાને જ્યાં સ્નાન કરવાનું જ છેડી દીધું હોય ત્યાં પછી તેમને સ્નાન કરાવવું તે ભગવાનની આશાતના નહિ તેા બીજું શું કહેવાય ? થોડા પાપવાળી ક્રિયા
મૂર્તિપૂજકાની દલીલ એ છે કે પૂજા કરનારની ભાવના ધમ અને ભક્તિ માટેની હાવાથી પૂજા કરનારને તેમાં પાપ લાગતું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com