________________
૧૩૦,
મૂળ જૈન ધર્મ અને
(૧) ચૈત્યવંદન આદિ ભગવાનની ગુણસ્તુતિ કરવાથી જ્ઞાનાવરણીય
કર્મને ક્ષય થાય છે. (૨) ભગવાનના દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય થાય છે. (૩) અરિહંત તથા સિદ્ધ ભગવાનના ગુણનું સ્મરણ કરવાથી સમગ્ર
દર્શનની પ્રાપ્તિ અને મોહનીય કર્મને ક્ષય થાય છે. (૪) પ્રતિમા સમક્ષ ભાવપૂજામાં તલિન થવાથી તથા શુભ અધ્યવસાયથી
શુભ ગતિના આયુષ્યને બંધ પડે છે. (૫) અરિહંતનું નામ લેવાથી અશુભ નામ કર્મને ક્ષય થાય છે. (૬) અરિહંતના વંદન ભકિતથી નીચ ગોત્ર કર્મને ક્ષય થાય છે. (૭) ચૈત્યવંદનમાં શક્તિને સદુપયોગ કરવાથી અંતરાય કર્મને ક્ષય થાય છે.
સ્થાનવાસીઓનું કર્તવ્ય હવે જ્યારે મૂર્તિની માન્યતા સૂવાનુસાર સાચી સિદ્ધ કરે છે ત્યારે સ્થાનકવાસીઓએ તે વાત કબૂલ કરી લેવી એ તેમનું યોગ્ય કર્તવ્ય ગણાય. સ્થાનકવાસીઓ સત્રને અનુસરવાનું માને છે તેથી મૂર્તિને માનવી એ તેમનું કર્તવ્ય થઈ પડે છે, સત્યાથી હોય તે તે સત્યની ખાત્રી થયેથી સત્ય સ્વીકારે જ. સત્ય ન સ્વીકારે તે સંપ્રદાયવાદી તાગ્રહી એકાંતવાદી કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com