________________
હાલના સપ્રડાયા પ્ર. ૧૧
૧૨૯
મૂર્તિનું કા
આ પ્રમાણે આપણે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી, પ્રાચીન કાળમાં મૂર્તિઓ હતી અને સૂત્રમાં પણ ઠેકઠેકાણે મૂર્તિના ઉલ્લેખા છે તે આપણે વિસ્તારથી જોઈ ગયા. અને એ રીતે મૂર્તિની માન્યતા વ્યવહાર ધર્મોમાં સહાયરૂપ છે એ પણ જોઇ ગયા.
વ્રત, અનુઝાન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયા મનને કાથુમાં લાવવાને માટે તાલીમરૂપ છે. મનને સ'સારમાં ભટકવું અટકાવીને ધમ માં વાળવા માટે ધાર્મિક ક્રિયાઓ તાલીમરૂપ છે.
તેવી જ રીતે મૂતિ પણ મનને ધભાવમાં લાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. મૂર્તિથી ધર્મભાવના જાગૃત થઇ શકે છે તેમજ હંમેશ ભાવપૂર્વક મૂર્તિના દર્શન કરવાથી ધભાવના ટકી રડે છે અને ધર્મશ્રદ્ધા દૃઢ બને છે.
એટલે બીજી ધાર્મિક ક્રિયાએ!ની પેઠે મૂર્તિના દર્શન પણ મનને કાબુમાં રાખવાના એક ઉત્તમ સાધનરૂપ બને છે.
જેમ ખીચ્છ ધાર્મિક ક્રિયાએ સીધે મેાક્ષ પ્રાપ્ત કરાવી શકતી નથી તેમ મૂર્તિ પણ સીધા મેક્ષ અપાવી શક્તિ નથી. મે ક્ષ પ્રાપ્ત કરવા માટે તા મનને કાબુમાં લેવાના બધા સાધનાને ઉપયાગ કરી પહેલાં મનને કાબુમાં લેવાની જરૂર છે. તે પછી મનને ધર્મ ધ્યાનમાં લીન કરવાનું એ પ્રમાણે મનની એકાગ્રતા સાધ્યા પછી મનને આત્મસ્વરૂપના ચિત્તનમાં લીન કરવાનું છે એમ થાય ત્યારે જ મેક્ષ થઈ શક છે. .
મૂર્તિ–વંદનના ફાયદા
ભકિતભાવપૂર્વક ભગવાનની મૂતને વંદન નમસ્કાર કરવાથી શે કાયદે થાય છે તે મૂર્તિકા આ પ્રમાણે બતાવે છે—
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com