________________
૧૧૮
મૂળ જૈન ધમ અને
અનુયાગદ્વારમાં કયા નિક્ષેપા વંદનીય પૂજનીક છે એમ અનુયાગદ્વાર સૂત્રમાં બતાવ્યું છે કે નહિ તે એમાંથી એક પક્ષે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પરંતુ પોતપોતાની રીતે તર્ક કરીને પેાતાની માન્યતા સાચી ઠરાવી છે.
એકલા ભાવ નિક્ષેપાને માનવા એ નિશ્ચય નયની વાત થઈ અને ભાવ નિક્ષેપા જેના પૂજનીક હેય તેના ચારે નિક્ષેપા પૂજનીક ગણવા એ વ્યવહાર નયની વાત થઈ એમ વિચાર કરતાં જણાય છે. અને એ રીતે બન્નેની વાત સાચી છે એમ કહી શકાય છે.
Ο
ત્યારે હવે અહીં વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે નિક્ષેષામાં સ્થાનકવાસીએ જેમ ફક્ત નિશ્ચયને જ સ્વીકારે છે તેમ બીજી બધી બાબતમાં પણ નિશ્ચયને જ સ્વીકારે છે કે કેમ, તે સ્થાનકવાસીએ એકલા નિશ્ચયને જ માને છે અને વ્યવહારને નથી માનતા પ્રેમ નથી એ તે તેમના વંતા, લખાણ વગેરે ઉપરથી ચેાખ્ખું દેખાય છે. સ્થાનકવાસી જો વ્યવહારને માને છે જ તેા પછી મૂતિ' સામે જ વિરાધ શા માટે? મૂતિ એ વ્યવહાર ધર્મમાં જ આવે છે એમ તે સવ” મૂર્તિપૂજક માને છે. નિશ્રયમાં કોઈ મૂર્તિને સ્થાન આપતું જ નથી.
તા પછી ન્યાયની રીતે મૂર્તિને ન માનવાની સ્થાનકવાસીની માન્યતા અસંગત ઠરે છે, અાગ્ય ઠરે છે. માટે સ્થાનકવાસીઓએ એ સંબધમાં વિશેષ વિચાર કરવા ઘટે છે. કારણ કે ધર્મની બાબતમાં અસંગતતા અયોગ્યતા કે વિરોધતા હાવી ન જોઈએ અને અસંગતતા કે વિરોધતા હાય તે સાચા ધર્મ કહી ન શકાય. એવા એકાંતવાદી જ કરી શકાય. સાચા ધર્મ અનેકાંતવાદી જ હાય.
નિક્ષેપાની સંપૂર્ણ વિગત માટે “ ચાર નિક્ષેપા” નામનું પ્રકરણ જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પુસ્તકમાં જ
www.umaragyanbhandar.com