________________
૧૨૨
મૂળ જૈન ધમ અને
આનંદ શ્રાવક
ઉપાસક દશાંગ સૂત્રમાં આન ંદ શ્રાવક્રે વ્રત લેતી વખતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે—
""
મને ( આનદ શ્રાવકને ) આજથી અન્ય તીર્થિક, અન્યતીથિક દેવ અને અન્ય તીથિકાએ ગૃહણ કરેલ ચૈત્યને વંદના નમસ્કાર કરવા... એ કલ્પતું નથી.”
અહીંઆ સ્થાનકવાસીઓએ મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા બન્નેને એક ગણીને મૂર્તિપૂજાના વિરોધ કરવાના ઈરાદાથી અહીંઆ ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરેલ છે. પણ આ અર્થ ખાટા છે. કારણ કે—
પહેલુ તા એ કે અહીં પૂજાની વાત જ નથી. ખીજું, અન્ય તી િકાએ ગૃહણુ કરેલ સાધુ જૈન તરીકે ગણી શકાય જ નહિ. જૈન સાધુ ખીન કાઈ ધમ'માં ભળી જાય પછી તે તે, તે ધમ'ના સાધુ તરીકે જ ગણાય. એટલે અહીં સ્થાનકવાસીએએ ઉપજાવી કાઢેલ અર્થ અધ એસતા થઈ શકતા નથી,
વળી સ્થાનકવાસીની ખીજી ીલ છે કે આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં આહારપાણી મુખવાસ વગેરે આપવાની વાત પણ છે અને મૂર્તિને ખાવાપીવાનું હોય નહિ માટે તે અથ' થઈ શકે નહિ. અહીં એ જોવું ધટે છે કે પ્રતિના તે સમુચ્ચયે લેવાય છે પછી તેમાં બધા શબ્દ બધાને લાગુ પડવા જ જોઈ એ એમ ન હોય પણ જેને જેટલુ લાગુ પડતું હાય તેટલું સમજવું જોઈ એ.
તે વખતે મૂર્તિ હતી તે તેા અગાઉના લેખા ઉપરથી આપણે જાણી ચૂકયા છીએ, અને અહીં સાધુ કરતાં મૂતિ" અથ વિશેષ બુધબેસતા થાય છે. કારણ કે તે સમયે પણ મૂર્તિ આ દેવાથી અધિષ્ઠિત હાઈ મહા ચમત્કારી અને પ્રભાવિક હતી. અને તેથી જ અન્યધર્મી ચેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com